H1-B વિઝા અંગેનો નિર્ણય ટ્રમ્પને ભારે પડ્યો, અમેરિકન બિઝનેસ લોબીએ કોર્ટ કેસ કર્યો
October 17, 2025
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા તમામ નવી H-1B વિઝા અરજીઓ પર 1,00,000 ડૉલર(અંદાજે 83 લાખ રૂપિયા)ની ભારે ફી લાદવાના નિર્ણયને યુએસ ચેમ્બર ઑફ કોમર્સે કોલંબિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પડકાર્યો છે. ચેમ્બરે આ પગલાને 'ગેરમાર્ગે દોરનારી નીતિ' અને 'સ્પષ્ટપણે ગેરકાયદે' ગણાવીને મુકદ્દમો દાખલ કર્યો છે, જે અમેરિકન નવીનતા અને સ્પર્ધાત્મકતાને નબળી પાડી શકે છે. ગુરુવારે દાખલ કરાયેલા મુકદ્દમામાં ટ્રમ્પ વહી વટીતંત્ર દ્વારા 19મી સપ્ટેમ્બરના રોજ અમુક બિન-ઇમિગ્રન્ટ કામદારોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાતને પડકારવામાં આવી છે. ચેમ્બરે દલીલ કરી છે કે આ નિર્ણય H-1B વિઝા કાર્યક્રમનું નિયમન કરવાની કોંગ્રેસની સત્તાનો ભંગ કરીને ઇમિગ્રેશન અને રાષ્ટ્રીયતા કાયદાનું ઉલ્લંઘન કરે છે. હોમલૅન્ડ સિક્યુરિટી અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ્સ, તેમના સેક્રેટરીઓ ક્રિસ્ટી એલ. નોએમ અને માર્કો રુબિયો સાથે, આ મુકદમામાં પ્રતિવાદી તરીકે નામ આપવામાં આવ્યા છે.
યુએસ ચેમ્બર ઑફ કોમર્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ પોલિસી ઑફિસર નીલ બ્રેડલીએ જણાવ્યું હતું કે, 'આ અતિશય ફી, જે આશરે 3,600 ડૉલરથી અનેક ગણી વધારે છે, તે અમેરિકાના નોકરીદાતાઓ, ખાસ કરીને સ્ટાર્ટ-અપ્સ અને નાના અને મધ્યમ કદના વ્યવસાયો માટે H-1B પ્રોગ્રામનો ઉપયોગ કરવાનું અત્યંત મોંઘું બનાવશે.'
બ્રેડલીએ વધુમાં જણાવ્યું કે 'કોંગ્રેસે સ્પષ્ટપણે આ નીતિ એવી રીતે ઘડી હતી, જેથી તમામ કદના અમેરિકન વ્યવસાયોને દેશમાં તેમના કાર્યોને વિસ્તૃત કરવા માટે જરૂરી વૈશ્વિક કુશળતાની ઍક્સેસ મળી રહે. ટ્રમ્પ વહીવટીતંત્રની આ જાહેરાત સ્પષ્ટપણે H-1B પ્રોગ્રામ માટે કોંગ્રેસ દ્વારા નક્કી કરાયેલ ફીનું ઉલ્લંઘન કરે છે.' ચેમ્બરની ફરિયાદમાં જણાવાયું છે કે, H-1B દરજ્જો પ્રાપ્ત કરનાર હજારો ઉચ્ચ કુશળ વ્યક્તિઓ દર વર્ષે યુએસ અર્થતંત્રને વેગ આપે છે, જે વધુ અમેરિકન નોકરીઓ અને ઉચ્ચ વેતનનું સર્જન કરે છે. જો કે, નવી જાહેરાત કાયદાકીય માળખાને ઉથલાવી દે છે અને વધેલા ટેરિફ યુએસ અર્થતંત્ર માટે નુકસાનનો સોદો છે. ચેમ્બરે સ્પષ્ટ કર્યું કે અમેરિકન અર્થતંત્રને ઓછા નહીં, પણ વધુ કુશળ વિદેશી કામદારોની જરૂર પડશે.
Related Articles
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ નાની કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ બનશે જીવનસાથી
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ...
Oct 05, 2026
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026