મહારાષ્ટ્રના અકોલામાં ચાકુની અણીએ સગીરા પર દુષ્કર્મ, પરિવાર ગણપતિ વિસર્જનમાં ગયો હતો
September 08, 2025
મહારાષ્ટ્રના અકોલા શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 6 સપ્ટેમ્બરના રોજ બપોરે 4:30 વાગ્યે, ડાબકી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 16 વર્ષીય સગીર છોકરી સાથે તેના જ ઘરમાં ઘૂસીને ચાકુની અણીએ દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના સમયે છોકરીના પરિવારજનો ગણેશ વિસર્જનમાં ભાગ લેવા ગયા હતા.
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, 24 વર્ષીય આરોપી તૌહિદ સમીર બૈદ ઘરમાં ઘૂસ્યો હતો. તે સમયે છોકરીનો એક સંબંધી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને અંદરથી અવાજ સાંભળીને તેણે આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો. જોકે, આરોપીએ ચાકુ બતાવીને તેને ડરાવ્યો. આસપાસના લોકો પણ અવાજ સાંભળીને ત્યાં આવ્યા, પરંતુ આરોપીએ તેમને પણ ધમકાવ્યા. આ પરિસ્થિતિમાં, સગીર છોકરી ત્યાંથી ભાગીને નજીકના એક ઘરમાં છુપાઈ ગઈ, પરંતુ આરોપીએ પીછો કરીને ચાકુની અણીએ તેની સાથે બળજબરી કરી હતી.
છોકરીએ વિરોધ કરતાં અને બૂમાબૂમ કરતાં આરોપીએ તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ ઘટના બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો. ઘરે પરત ફર્યા બાદ પીડિતાએ આખી ઘટના તેની માતાને જણાવી, ત્યારબાદ માતાએ ડાબકી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી તૌહિદ સમીર બૈદ વિરુદ્ધ પોક્સો એક્ટ સહિત દુષ્કર્મ અને ધમકી આપવાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ઘટના બાદ બજરંગ દળના કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કડક કાર્યવાહીની માગ કરી હતી.
Related Articles
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
ગાઝિયાબાદમાં શોર્ટ સર્કિટના કારણે 13 માળની બિલ્ડિંગમાં આગ, 9મા માળથી 12મા માળ સુધીના 8 ફ્લેટ ખાખ થયા
ગાઝિયાબાદમાં શોર્ટ સર્કિટના કારણે 13 માળ...
Apr 29, 2026
પશ્ચિમ બંગાળમાં શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા ચુસ્ત સુરક્ષા વચ્ચે 142 બેઠકો પર મતદાન શરૂ
પશ્ચિમ બંગાળમાં શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચ...
Apr 29, 2026
ઓડિશામાં કાળજું કંપાવતી ઘટના: બેન્કે પુરાવા માંગતા ભાઈ બહેનનું હાડપિંજર લઈને પહોંચ્યો
ઓડિશામાં કાળજું કંપાવતી ઘટના: બેન્કે પુર...
Apr 29, 2026
Trending NEWS
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026