ગુજરાતમાં માર્ચના બીજા સપ્તાહમાં ગરમીનો પ્રક્રોપ વધશે, ઉ.ગુજરાતમાં સૌથી વધુ ગરમી પડવાની સંભાવના
March 04, 2025
ઉનાળાએ માંડ પગરવ માંડ્યા છે, આ સાથે જ તાપમાનનો પારો ઉંચે જઈ રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં વાતાવરણમાં ભલે મિશ્ર ઋતુનો માહોલ અનુભવાતો હોય પરંતુ એક સપ્તાહ પછી વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે આકરી ગરમીની શરુઆત થવાની છે. તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર કરતાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આગામી દિવસોમાં હોળીનો તહેવાર છે. ત્યારે હોળીના તહેવાર પહેલાં જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચના બીજા સપ્તાહથી ગરમી પ્રકોપ વરસવાનો છે જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે ગરમી પ્રકોપ વચ્ચે 6 થી 15 દિવસ સુધી હિટવેવની અસર રહેવાની છે. અગાઉના ઉનાળાની સરખામણીએ વર્ષ-2025માં ઉનાળાની ગરમીનો પ્રકોપ વધુ રહેશે એવી આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં 14 માર્ચથી ગરમી પ્રકોપ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. માર્ચ મહિનામાં 1 થી 5 દિવસ સુધી હિટવેવના કારણે ગરમીનો તીવ્ર અનુભવ થવાનો છે. સામાન્ય રીતે સમગ્ર રાજ્યમાં હિટવેવના 2થી 6 દિવસ રહેતા હોય છે, પરંતુ આ વખતે માર્ચ માસ દરમિયાન હિટવેવનું મોજુ હાવિ થવાનું છે. હવામાન વિભાગ દ્વારા ગત રોજ તેના લાંભાગાળાના પૂર્વાનુમાનમાં ઉત્તર ગુજરાતમાં 14મી માર્ચથી આકરો ગરમી પ્રકોપ વરસવાની આગાહી કરી છે. જેમાં માર્ચના બીજા સપ્તાહથી તાપમાનનો પારો 42 ડિગ્રીને આંબવાની સંભાવના છે.
રાજ્યના મુખ્ય શહેરોના તાપમાનની વાત કરવામાં આવે તો ઉનાળાની શરૂઆત થતાં અમદાવાદમાં પારો 35 ડિગ્રીએ પહોંચી ગયો છે, જ્યારે ગાંધીનગરમાં 34.8 ડિગ્રી, ડીસામાં 35 ડિગ્રી, વડોદરામાં 35.2 ડિગ્રી, સુરતમાં 34.1 ડિગ્રી, કંડલામાં 35.3 ડિગ્રી, જ્યારે રાજકોટમાં સૌથી વધુ 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Related Articles
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો...
Sep 29, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
Trending NEWS
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
27 September, 2026
27 September, 2026