લોકસભા-રાજ્યસભામાં હોબાળો યથાવત્, સદનની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત
July 28, 2025
સંસદમાં ચોમાસુ સત્ર એક સપ્તાહ બાદ પણ શરૂ થઈ ચૂક્યું નથી. વિપક્ષના અનેક મુદ્દાઓ પર હોબાળાના પગલે આજે લોકસભા અને રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચાઓ થવાની હતી. પરંતુ ચર્ચા શરૂ થાય તે પહેલાં જ વિપક્ષ દ્વારા વોટર લિસ્ટ રિવિઝન મુદ્દે હોબાળો શરૂ કરવામાં આવ્યો હતો. જેના લીધે બંને સદનની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. 12 વાગ્યે ફરી ચર્ચા શરૂ થાય તે પહેલાં વિપક્ષ વેલમાં આવીને હોબાળો કરી રહ્યુ હતું. જેથી સ્પીકર ઓમ બિરલાએ ત્રણ વખત વિપક્ષના સાંસદોને પૂછ્યું કે, તમે ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માગો છો કે નહીં, જો હા તો પોતાના સ્થાને પાછા જતાં રહો. પરંતુ વિપક્ષનો હોબાળો ચાલુ જ રહેતાં કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. શાસક અને વિરોધ પક્ષ ઓપરેશન સિંદૂર પર 16-16 કલાકની ચર્ચા કરવા તૈયાર થયુ હતું. જેની ચર્ચા આજે શરૂ થવાની હતી. શુક્રવારે બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠકમાં 28 જુલાઈથી સદનના નિયમિત સંચાલન પર તમામ પક્ષોના ફ્લોર લીડર્સ પાસેથી સહમતિ લેવામાં આવી હતી. પરંતુ આજે કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ બિહારમાં વોટર લિસ્ટ રિવિઝન મુદ્દે હોબાળો શરૂ થયો હતો. જેના લીધે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સદનની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી હતી. રાજ્યસભામાં પણ વિપક્ષનો હોબાળો ચાલુ રહ્યો હતો. જેના લીધે રાજ્યસભામાં ઉપસભાપતિ હરિવંશે શૂન્યકાળ સુધી આંગણવાડી સંબંધિત મુદ્દા પર બોલવા કહ્યું હતું. પરંતુ હોબાળો ચાલુ રહેતાં સદનની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. 12 વાગ્યા બાદ પણ પરિસ્થિતિ જૈસે થૈ રહેતાં કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે, કોંગ્રેસે ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા દરમિયાન પોતાના તમામ લોકસભા સાંસદો માટે ત્રણ લાઈનના વ્હિપ જાહેર કર્યા હતાં. જેમાં તમામને આગામી ત્રણ દિવસ સુધી સદનમાં હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યા હતાં.
Related Articles
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય:...
May 07, 2026
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના...
May 07, 2026
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હ...
May 07, 2026
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હે...
May 06, 2026
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર...
May 06, 2026
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માં...
May 06, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026