Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

H1B વિઝાના નવા નિયમથી મેટા-માઇક્રોસોફ્ટમાં ખળભળાટ! ઈમેલ કરી કહ્યું- 24 કલાકમાં US પરત ફરો

September 20, 2025

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક વિવાદાસ્પદ નિર્ણય લીધો છે, જેમાં તેમણે H-1B વર્ક વિઝા ધારકો પર $1,00,000 (લગભગ ₹83 લાખ)ની વધારાની ફી લાદી છે. આ નવો નિયમ 21 સપ્ટેમ્બર, 2025ની મધ્યરાત્રિથી અમલમાં આવશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાને લઈને જાહેરાત કર્યા બાદ મેટા, માઇક્રોસોફ્ટ, એમેઝોન, જે પી મોર્ગન સહિતની દિગ્ગજ કંપનીઓમાં ખળભળાટ મચ્યો છે. દિગ્ગજ ટેક કંપનીઓએ તેમના કર્મચારીઓને દેશ (અમેરિકા) ન છોડવાની સલાહ આપી છે. આટલું જ નહીં મેટા અને માઇક્રોસોફ્ટ કંપનીએ તેમના કર્મચારીઓને ઈમેલ પાઠવ્યો છે કે જો તમે હાલ અમેરિકાની બહાર ગયા હો તો 24 કલાકમાં દેશ પરત ફરો.  મેટાએ તેમના કર્મચારીઓને 24 કલાકમાં અમેરિકા પરત ફરવા નિર્દેશ આપ્યા છે જ્યારે બીજી તરફ માઇક્રોસોફ્ટે કર્મચારીઓને આગામી 15 દિવસ કોઈ પણ કારણસર અમેરિકા બહાર ન જવા સલાહ આપી છે. એમેઝોન કંપનીએ પણ કર્મચારીઓને નોટિસ આપી છે કે જો તમે H1B વિઝા ધરાવતા હોય તો દેશમાં જ રહો.  આ નિર્ણયથી ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે, કારણ કે H-1B વિઝા ધારકોમાં સૌથી મોટી સંખ્યા ભારતીયોની છે. ઇમિગ્રેશન વકીલો અને ટેક કંપનીઓએ પોતાના કર્મચારીઓને તાત્કાલિક અમેરિકા પરત ફરવા માટે ચેતવણી આપી છે, કારણ કે જો તેઓ સમયસર પાછા નહીં ફરે તો તેમના પ્રવેશ પર પ્રતિબંધ લાગી શકે છે અને તેઓ ફસાઈ જવાનું જોખમ પણ છે.