Breaking News :
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો

'વોટ ચોરી' મુદ્દે વિપક્ષ સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવે તેવી શક્યતા, ચૂંટણી પંચની મુશ્કેલી વધશે

August 18, 2025

બિહાર SIR માં ગેરરીતિ તેમજ વોટ ચોરીના આરોપો સાથે વિપક્ષ હવે મુખ્ય ચૂંટણી કમિશનર વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની વિચારણા કરી રહ્યું છે. વિપક્ષના વિવિધ પક્ષો આ મામલે ચર્ચા કરી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

વિપક્ષ ટૂંક સમયમાં સંસદ ગૃહમાં ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર વિરૂદ્ધ મહાભિયોગની નોટિસ રજૂ કરી શકે છે.

વિપક્ષ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં I.N.D.I.A ગઠબંધનના નેતાઓ આ મામલે નિર્ણય લીધો છે. એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, 'અમે ટૂંક સમયમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરૂદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કરવા જઈ રહ્યા છીએ.

આ અંગે કામગીરી ચાલી રહી છે.' ઉલ્લેખનીય છે, કોંગ્રેસ સાંસદ સૈયદ નાસિર હુસૈને આ મામલે પ્રતિક્રિયા આપી હતી કે, 'આ મામલે  પક્ષની અંદર હાલ કોઈ વિચારણા થઈ નથી. જો જરૂર પડી તો નિયમાનુસાર કોંગ્રેસ મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકે છે.'