સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37એ પહોંચી
May 17, 2026
દિલ્હી : દેશની સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ કેસોનો બોજ હળવો કરવા અને ન્યાયિક પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની માન્ય સંખ્યા 33 થી વધારીને 37 કરી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ સરકાર દ્વારા આ અંગેનો નવો વટહુકમ (અધ્યાદેશ) બહાર પાડવામાં આવ્યો છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ મહત્વપૂર્ણ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી છે. તેમણે માહિતી આપી હતી કે, રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા વટહુકમ, 2026' ને પોતાની લીલી ઝંડી આપી દીધી છે. આ નવા પગલા અંતર્ગત વર્ષ 1956ના મૂળ કાયદામાં જરૂરી સુધારો કરવામાં આવ્યો છે.
આ નવા સુધારા બાદ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોનું માળખું બદલાશે. જેના અનુસાર મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત માન્ય જજોની સંખ્યા 33 થી વધીને 37 થઈ જશે. જજોની આ વધેલી સંખ્યામાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) નો સમાવેશ થતો નથી. એટલે કે મુખ્ય ન્યાયાધીશને ગણતરીમાં લેતા, સુપ્રીમ કોર્ટમાં કુલ ન્યાયાધીશોની સંખ્યા હવે વધીને 38 થશે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ન્યાયિક પ્રણાલીમાં મોટા સકારાત્મક બદલાવ આવવાની આશા છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં વર્ષોથી પેન્ડિંગ પડેલા હજારો મુકદ્દમાઓનો બોજ ઓછો કરવામાં મદદ મળશે. જજોની સંખ્યા વધવાને કારણે કેસોની સુનાવણી અને તેના નિકાલ (Case Disposal) ની પ્રક્રિયા વેગ પકડશે. આ ન્યાયિક સુધારાથી દેશના સામાન્ય નાગરિકોને સમયસર અને ઝડપી ન્યાય મળી શકશે.
Related Articles
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026