Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

શેરબજાર ભોંય પટકાયા, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો, 6 લાખ કરોડનું ગાબડું

November 12, 2024

શેરબજારમાં ભારે વોલેટિલિટી સાથે મંદીના વાદળો ઘેરા બની રહ્યા છે. વૈશ્વિક શેરબજારોના સથવારે આજે સેન્સેક્સ ઈન્ટ્રા ડે 1273.14 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 820.97 પોઈન્ટના કડાકા સાથે 78675.18 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 257.85 પોઈન્ટના ગાબડાં સાથે 23883.45 પર બંધ થયો છે. દેશનો વોલેટિલિટી ઈન્ડેક્સ 2.24 ટકા ઉછળી 14.59 થયો હતો. જે વોલેટિલિટી રહેવાનો સંકેત આપે છે.

શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીના માહોલના પગલે રોકાણકારોએ આજે વધુ 5.94 લાખ કરોડ ગુમાવ્યા છે. બીએસઈ માર્કેટ કેપ 436.60 લાખ કરોડ થયું હતું. જે ગઈકાલે 442.54 લાખ કરોડ હતું. બીએસઈ ખાતે આજે 363 શેર્સમાં 5થી 20 ટકા સુધીની લોઅર સર્કિટ વાગી હતી. 71 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા.

મેટલ, પીએસયુ, ઓઈલ એન્ડ ગેસ, પાવર શેર્સમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગના કારણે ઈન્ડેક્સ 2 ટકાથી વધુ તૂટ્યા હતા. સેન્સેક્સ પેકમાં 30 પૈકી માત્ર 5 શેર્સમાં 0.28 ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. અન્ય 25 શેર્સ 0.19 ટકાથી 3.16 ટકા સુધી તૂટ્યા હતા. એશિયન પેઈન્ટ આજે વધુ 2.65 ટકા તૂટ્યો હતો. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ સાથે સાવચેતીનું વલણ દર્શાવે છે.

શેરબજારમાં કડાકા પાછળ જવાબદાર પરિબળ વિદેશી રોકાણકારોની સતત વેચવાલી છે. બીજી તરફ ટ્રમ્પની ફુગાવાતરફી નીતિઓના પગલે ડોલર પણ મજબૂત બની રહ્યો છે. જેની અસર શેરબજાર પર જોવા મળી છે. નબળો રૂપિયો અને  તહેવારોના કારણે ખાદ્ય ચીજોના ભાવમાં વૃદ્ધિની ભીતિ સાથે રોકાણકારો હાલ સાવચેતીનું વલણ અપનાવી રહ્યા છે. આગામી થોડા દિવસ મંદીનું જોર રહેવાનો અંદાજ જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસિઝના રિસર્ચ હેડ વિનોદ નાયરે આપ્યો છે.