લાલ કિલ્લા પરિસરમાંથી 1 કરોડોના કિંમતી સોનાના કળશની ચોરીનો પર્દાફાશ
September 08, 2025
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા સંકુલના 15 ઓગસ્ટ પાર્કમાં ધાર્મિક સમુદાય દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. 2 દિવસ પહેલા જૈન સમુદાય દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં લોકોની ભીડનો લાભ ઉઠાવી ગઠિયાઓએ કિમંતી સોનાની કળશની ચોરી કરી. આયોજન સમિતિના સભ્ય પુનીત જૈને કહ્યું હતું કે ખાસ સ્થાપન પર સ્થાપેલ આ કળશનો ઉપયોગ વિવિધ ધાર્મિક વિધિઓમાં ખાસ પૂજા દરમિયાન કરાય છે.
ફક્ત પરંપરાગત પોશાક પહેરેલા અધિકૃત વ્યક્તિઓને જ ત્યાં સ્થાન પર પ્રવેશવાની મંજૂરી હોય છે. આ ઘટના સામે આવતા જ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ એકસનમાં આવી. પોલીસે કળશની ચોરી મામલે તમામ સ્થાનો પર ચકાસણી કરી. પોલીસે કળશની ચોરીને લઈને શંકાસ્પદ સ્થાનો પર ચકાસણી કરી અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા.
સીસીટીવી ફૂટેજના આધારે ચકાસણી કરતાં કળશ ચોરનું પગેરું મળ્યું અને ઉત્તર પ્રદેશના હાપુડથી પોલીસે ચોરને ઝડપી પાડ્યો. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કિમંતી સોનાના કળશની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો. દરમિયાન આરોપીની પૂછપરછ કરતા પોલીસને સામે વધુ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી કે તેણે અને તેના સાથીઓેએ મળીને 1 નહીં પરંતુ ત્રણ કળશની ચોરી કરી છે.
એક કળશ અને એક આરોપી ઝડપાયો. અને હવે પોલીસે અન્ય બે ચોરી કરાયેલા કિમંતી કળશને શોધવા બીજા બે આરોપીને શોધવા ચક્રોગતિમાન કર્યા છે. પોલીસ શંકાસ્પદ સ્થાનો પર દરોડા પાડી ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરી અન્ય બે કળશને લઈને વધુ વિગતો મેળવવા પ્રયાસ કરી રહી છે.
Related Articles
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
ગાઝિયાબાદમાં શોર્ટ સર્કિટના કારણે 13 માળની બિલ્ડિંગમાં આગ, 9મા માળથી 12મા માળ સુધીના 8 ફ્લેટ ખાખ થયા
ગાઝિયાબાદમાં શોર્ટ સર્કિટના કારણે 13 માળ...
Apr 29, 2026
પશ્ચિમ બંગાળમાં શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા ચુસ્ત સુરક્ષા વચ્ચે 142 બેઠકો પર મતદાન શરૂ
પશ્ચિમ બંગાળમાં શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચ...
Apr 29, 2026
ઓડિશામાં કાળજું કંપાવતી ઘટના: બેન્કે પુરાવા માંગતા ભાઈ બહેનનું હાડપિંજર લઈને પહોંચ્યો
ઓડિશામાં કાળજું કંપાવતી ઘટના: બેન્કે પુર...
Apr 29, 2026
Trending NEWS
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026