આ વિમાન તો ઉપયોગને લાયક જ નથી..' એર ઈન્ડિયાનું પ્લેન ઉડાવવાનો પાઇલટનો ઈનકાર
August 18, 2025
કોચી એરપોર્ટ પર રવિવારે રાત્રે દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI504 અચાનક ટેકઓફ થતાં પહેલાં જ કેન્સલ કરવામાં આવી હતી. ટેક્નિકલ ખામીઓની જાણ થતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના લીધે મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઈટમાં અમુક સાંસદો પણ સવાર હતા. જેમાં રાજ્યસભાના સાંસદ જેબી મથર પણ સામેલ હતાં. તેમણે જણાવ્યું કે, કેપ્ટને વિમાનને ટ્રાવેલ માટે ઉપયોગ કરી શકાય તેમ ન હોવાનું કહી ઉડાન ભરવાનો ઈનકાર કર્યો હતો. સાંસદ જેબી મથરે જણાવ્યું કે, ટેક ઓફ પહેલાં જ પાયલટે જાહેરાત કરી હતી કે, આ એરક્રાફ્ટ હવે મુસાફરી માટે ઉપયોગમાં લઈ શકાશે નહીં. મુસાફરોને બીજા એરક્રાફ્ટમાં શિફ્ટ કરવામાં આવશે. અને તે લગભગ રાત્રે 1 વાગ્યે ટેકઓફ કરશે. આ ફ્લાઈટમાં કોંગ્રેસ સાંસદ હિબી ઈડન પણ ઉપસ્થિત હતાં. તેમણે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે, ટેકઓફ દરમિયાન ફ્લાઈટમાં અજીબોગરીબ ઝટકો વાગ્યો હતો. જેમ કે, વિમાન રનવે પરથી લપસી ગયુ હોય. બાદમાં પાયલટે જાહેરાત કરી કે, એર ઈન્ડિયાએ AI504 ફ્લાઈટ કેન્સલ કરી છે. નવી ફ્લાઈટ રાત્રે 1 વાગ્યે ટેકઓફ કરશે. પરંતુ હજુ સુધી બોર્ડિંગ શરૂ થઈ નથી. હિબી ઈડને જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક દિવસોમાં એર ઈન્ડિયાનું આ ત્રીજુ વિમાન છે, જેને એરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડ કરવુ પડ્યું હતું.e એર ઈન્ડિયાએ નિવેદન આપ્યું કે, ફ્લાઈટ AI504 કોચીથી દિલ્હી જઈ રહી હતી. તેમાં ટેકઓફ દરમિયાન ટેક્નિકલ ખામીઓ જણાતાં ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. એરલાઈનના પ્રવક્તાએ જણાવ્યું કે, કોકપિટ ક્રૂએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝરનું પાલન કરતાં ટેક-ઓફ રન રોક્યું છે. વિમાનને મેઈનટેનન્સ ચેક માટે પરત બે પર લઈ જવામાં આવ્યું છે. તેનું વિમાન એરબસ A321 હતું. અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં 260 લોકોના મોત બાદ એર ઈન્ડિયાની વિવિધ ફ્લાઈટમાં ખામીઓ જોવા મળી છે. ઘણી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ ટેક્નિકલ ખામીના કારણે રદ કરવામાં આવી હોવાના કિસ્સા બન્યા છે. આ ભયાવહ દુર્ઘટના બાદથી એર ઈન્ડિયા અનેક ટીકાઓનો સામનો કરી રહ્યું છે. હાલમાં 16 ઓગસ્ટના રોજ એર ઈન્ડિયાની મિલાન-દિલ્હી ફ્લાઈટ ઉડાનની અંતિમ ક્ષણોમાં જ રદ કરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી જોવા મળી હતી.
Related Articles
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સા...
May 02, 2026
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એ...
May 02, 2026
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં...
May 02, 2026
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
Trending NEWS
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન...
30 April, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 2...
30 April, 2026