આજે ધનતેરસ, ચાર શુભ યોગના કારણે આ પાંચ રાશિના જાતકોને થશે ધનલાભ, કરિયર-લાઈફ પાર્ટનર પણ આપશે સાથ
October 29, 2024
આજે ઘનતેરસ છે અને આ વખતે ધનતેરસના દિવસે 100 વર્ષ પછી એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે, ધનતેરસના દિવસે ત્રિપુષ્કર યોગ, ઇન્દ્ર યોગ, લક્ષ્મી નારાયણ યોગ, શશ મહાપુરુષ રાજયોગ, કુલ ચાર શુભ સંયોગો બની રહ્યા છે.
ઇન્દ્ર યોગ - 28 ઑક્ટોબર 2024, સવારે 6.48 - 29 ઑક્ટોબર 2024, સવારેના 07.48 સુધી
ત્રિપુષ્કર યોગ - 29 ઑક્ટોબર 2024, સવારે 6.31-10.31
લક્ષ્મી-નારાયણ યોગ - ધનતેરસના દિવસે વૃશ્ચિક રાશિમાં શુક્ર અને બુધ એક સાથે બિરાજમાન રહેશે, આ સમયે લક્ષ્મી નારાયણ યોગ બનશે. આ યોગના પ્રભાવથી ધનની સાથે સાથે બુદ્ધિમાં પણ વધારો થાય છે.
શશ મહાપુરુષ રાજયોગ - ધનતેરસના દિવસે શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં હશે, જેના કારણે શશ મહાપુરુષ રાજયોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં તમને શનિની કૃપા પણ મળશે. તે પાંચ રાશિના લોકોને અપાર સંપત્તિ, કીર્તિ અને ખુશીઓ પણ આપશે.
મેષ રાશિ
ધનતેરસ મેષ રાશિના લોકોને ઘણું ધન આપી શકે છે. વેપારીઓને ઘણી કમાણી થશે. સમાજમાં માન-સન્માન વધશે. પરિવારમાં દરેકનો સહયોગ મળશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય શુભ છે.
વૃષભ રાશિ
આ ધનતેરસ પર તમને છેલ્લા કેટલાક દિવસોમાં કરેલી મહેનતનું સારું પરિણામ મળશે. શનિદેવ તમને નવી તકો આપશે. બેરોજગારોને રોજગાર મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.
કન્યા રાશિ
કન્યા રાશિવાળા લોકોને તેમના કામમાં સફળતા મળશે. સમસ્યાઓ દૂર કરવાનો સમય આવી ગયો છે. તમને તમારા કરિયરમાં પ્રગતિ જ નહીં, પણ ઈચ્છિત પદ અને પૈસા પણ મળશે. નોકરી બદલવાનું સપનું પૂરું થશે. જીવન સાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે આ ધનતેરસ સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ લઈને આવી છે. પડકારો અને સમસ્યાઓનો અંત આવશે અને તમે સફળતાનો સ્વાદ ચાખશો. નોકરી કરતા લોકોને બોનસ મળી શકે છે. તમારા કામની પ્રશંસા થશે. અંગત જીવન પણ સારું રહેશે.
મકર રાશિ
આ ધનતેરસ તમારા ધનમાં વધારો કરશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. પ્રમોશન મળશે. આ તહેવારોની સિઝનમાં વેપારી લોકોને ઘણો ફાયદો થશે. તેની સકારાત્મક અસર તમારા વર્તનમાં પણ જોવા મળશે.
Related Articles
જુલાઈમાં બનશે નવપંચમ દૃષ્ટિ રાજયોગ, 4 રાશિના જાતકોનું ભાગ્ય પલટાઈ જવાનું છે
જુલાઈમાં બનશે નવપંચમ દૃષ્ટિ રાજયોગ, 4 રા...
May 09, 2026
મે મહિનામાં બની રહ્યા છે અનેક શક્તિશાળી રાજયોગ, 5 રાશિના જાતકોનું નસીબ ચમકશે
મે મહિનામાં બની રહ્યા છે અનેક શક્તિશાળી...
May 01, 2026
આવતીકાલથી શનિ અસ્ત થતાં 3 રાશિના જાતકોએ આગામી 35 દિવસ સુધી સાવચેત રહેવું
આવતીકાલથી શનિ અસ્ત થતાં 3 રાશિના જાતકોએ...
Mar 12, 2026
ચૈત્ર નવરાત્રિ 2026: આ વખતે 72 વર્ષ બાદ દુર્લભ સંયોગ! જાણો ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત
ચૈત્ર નવરાત્રિ 2026: આ વખતે 72 વર્ષ બાદ...
Mar 10, 2026
વડતાલ: એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 665 કિલો નારંગીનો અન્નકૂટ
વડતાલ: એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવ...
Feb 27, 2026
3 દિવસ બાદથી બુધની ઉલટી ચાલ 4 રાશિના જાતકોના ભાગ્યમાં ઉથલપાથલ મચાવશે
3 દિવસ બાદથી બુધની ઉલટી ચાલ 4 રાશિના જાત...
Feb 23, 2026
Trending NEWS
10 May, 2026