ટ્રમ્પ ખોટું બોલ્યા, હોર્મુઝમાં પ્રતિબંધ લાગુ જ રહેશે, ઈરાનની ધમકી
August 02, 2026
અમારી મંજૂરી વગર એકપણ જહાજ આગળ નહીં જાય : ઈરાન
ન્યુ યોર્ક ઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન પર નવા હુમલા રોકવા અને યુદ્ધ પૂરું કરવાના પ્રસ્તાવ વચ્ચે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ઈરાને એ અહેવાલોને અફવા ગણાવ્યા છે જેમાં હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખોલી દેવાની વાત કહેવામાં આવી હતી. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અમેરિકાની સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે, ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ પર પ્રતિબંધો લાગુ જ રહેશે.
ઈરાન તરફથી જણાવવામાં આવ્યું છે કે દરિયાઈ જહાજોને માત્ર નક્કી કરાયેલા રસ્તાઓ પરથી અને IRGC નેવીની મંજૂરી મેળવ્યા પછી જ પસાર થવાની પરવાનગી આપવામાં આવશે. 'જ્યાં સુધી અમેરિકી કાર્યવાહી ચાલુ રહેશે, ત્યાં સુધી પ્રતિબંધો યથાવત રહેશે.'
આ પહેલા ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેઓ અમેરિકી સેનાને ઈરાન પર નવા હુમલા રોકવાનો આદેશ આપશે. તેમણે દાવો કર્યો હતો કે મધ્ય પૂર્વના સહયોગી દેશો 5 મહિનાથી ચાલતા આ યુદ્ધનો અંત લાવવા માટે સમજૂતીની નજીક પહોંચી ગયા છે. 'સામે આવી રહેલી સમજૂતીમાં હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક સંપૂર્ણ રીતે ખોલવો અને ઈરાનના પરમાણુ ખતરાનો અંત લાવવો સામેલ હશે.' ટ્રમ્પની જાહેરાત બાદ ઈરાનના સંરક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા પર પલટવાર કરતા લખ્યું હતું કે, તેમનો દેશ 'ન તો હેરાન છે અને ન તો પેસિવ.' તેમણે ઉમેર્યું હતું કે અમેરિકા તરફથી મળતા ખતરાઓને ધ્યાનમાં રાખીને ઈરાન સતત એલર્ટ મોડ પર છે.
મધ્યસ્થતાની કોશિશ કરી રહેલા અધિકારીઓના જણાવ્યા મુજબ, ટ્રમ્પના પ્રસ્તાવમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી શાંતિ વાટાઘાટો શરૂ કરવાની વાત છે. આ પ્રસ્તાવમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવો, સમગ્ર વિસ્તારમાં સૈન્ય હુમલા રોકવા અને ઇરાકમાં ઈરાન સમર્થિત જૂથો દ્વારા અરબ અખાતના દેશો તેમજ જોર્ડન પર થતા હુમલાઓ અટકાવવાનો સમાવેશ થાય છે. જો આ યુદ્ધવિરામ કરાર સફળ થાય છે તો બદલામાં અમેરિકા ઈરાન પરથી પોતાની નૌકાદળની નાકાબંધી હટાવી લેશે અને તેહરાનને તેલ નિકાસ કરવાની મંજૂરી આપશે. જોકે, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હજુ સુધી કોઈ સત્તાવાર કરાર થયો નથી અને મધ્યસ્થતાના પ્રયાસો ચાલુ છે. બીજી તરફ ઈઝરાયેલે આ યુદ્ધવિરામ પ્રસ્તાવ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.
Related Articles
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વ...
Sep 26, 2026
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લેન ક્રેશ, કોંગો સૈન્યના બે મોટા અધિકારી સહિત 14ના મોત
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લ...
Sep 26, 2026
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026