Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

ટ્રમ્પે ફરી ભારત-ચીનને આપી ટૂંક સમયમાં ટેરિફ લાદવાની ધમકી

February 23, 2025

ન્યૂ યોર્ક : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાની દોર સંભાળતા જ સપાટાબંધ આત્યંતિક કહેવાય એવા પગલાં ભરવા લાગ્યા છે. ટેરિફના મુદ્દે વાત કરીએ તો કેનેડા અને મેક્સિકો પર 25 ટકાનો આકરો ટેરિફ ઝીંક્યા બાદ એમણે એના અમલને હાલ પૂરતી બ્રેક મારી છે, પરંતુ ચીન પર લાદેલા 10 ટકા ટેરિફને તેમણે જાળવી રાખ્યો છે. હવે તેમણે ફરી ભારતમાં અઘરો ટેરિફ લાદવાની અને ચીન પરનો ટેરિફ વધારવાની વાત દોહરાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમારું વહીવટી તંત્ર ‘ટૂંક સમયમાં’ ભારત અને ચીન જેવા દેશો પર પારસ્પરિક ટેરિફ લાદશે.’ આ વાત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની તાજેતરની મુલાકાત દરમિયાન પણ કરી હતી.


અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકના શપથ ગ્રહણ સમારોહમાં બોલતા ટ્રમ્પે કહ્યું હતું કે, અમે ટૂંક સમયમાં પારસ્પરિક ટેરિફ લાદીશું. તેઓ અમારી પાસેથી ચાર્જ લે છે, તો અમે પણ સામે તેમના પર ચાર્જ નાંખીશું. સાવ સાદી વાત છે. ભારત કે ચીન જેવો કોઈ દેશ કે પછી કોઈ કંપની અમારી પાસેથી ચાર્જ લે છે, તો અમે પણ ન્યાયી બનીને સામો ચાર્જ વસૂલીશું. અમે અગાઉ ક્યારેય આવું કર્યું નથી, પણ હવે અમે એવું કરવા તૈયાર છીએ.