ટ્રમ્પનો મોટો દાવો: ભારત અમેરિકા પર લગાવેલા ટેરિફ હટાવવા સહમત

May 07, 2025

ભારત-બ્રિટન મુક્ત વેપાર કરાર પર મંગળવારે સંમત થયા હતા. ત્યારબાદ હવે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે કે, ભારતે અમેરિકા પર લગાવેલા ટેરિફ હટાવવા સહમત છે તેવો દાવો ટ્રમ્પે કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે, 'ભારત અમેરિકન વસ્તુઓ પર તમામ ટેરિફ રદ કરવા સહમત છે. મારા સિવાય તેઓ ક્યારેય બીજા કોઈ માટે આવું ન કર્યું હોત.' આમ, ઓવલ ઓફિસમાં વાત કરતા ટ્રમ્પે અમેરિકન માલ પરના ટેરિફ નાબૂદ કરવા માટે ભારત સહમત થવા પાછળનું કારણ ખુદને ગણાવ્યું. જો કે, ભારતના પ્રતિનિધિત્વે ટ્રમ્પના દાવાની પુષ્ટિ કરી નથી કે તેઓ અમેરિકન માલ પરના તમામ ટેરિફ ઘટાડવા માટે સહમત થયા છે. 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા મુજબ, 'બ્રિક્સ સભ્ય ભારત અમેરિકા પરના ટેરિફ ઘટાડવા સહમત થયું છે. ભારતે ટ્રમ્પ વહીવટીતંત્રને ઓટો પાર્ટ્સ, સ્ટીલ અને ફાર્માસ્યુટિકલ્સ પરના ટેરિફ માટે ઝીરો-ફૉર-ઝીરો ટ્રેડઓફ ઓફર કરી છે.' ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે બંને દોશો વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાતચીત ચાલી રહી છે. ટ્રમ્પ વહીવટી તંત્રના અધિકારીઓએ કહ્યું છે કે, આ અમેરિકા અને અન્ય ટ્રેડ પાર્ટનરો વચ્ચે થનારી સમજૂતીમાં સૌથી પહેલા જાહેર થનારી સમજૂતીમાંથે એક હોય શકે છે. જો કે, ડીલને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવી નથી. સાથે જ ભારતીય વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.