Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

ટ્રમ્પની ડિનર પાર્ટી: બિલ ગેટ્સ, ઝુકરબર્ગ, પિચાઈ સહિતના ટેક જગતના દિગ્ગજો સામેલ

September 05, 2025

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, સુંદર પિચાઈ સહિત ટેક ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોને ડિનર પાર્ટી માટે આમંત્રણ આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે આ ડિનર પાર્ટીને ઉચ્ચ ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ (IQ) ધરાવતા લોકોનો મેળાવડો ગણાવ્યો હતો. આ ડિનર પાર્ટીમાં ભોજનની સાથે રાજકારણ, અર્થતંત્ર, રોકાણ અને નોકરીઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, ડિનર પાર્ટી દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક કંપનીઓના માલિકો અને સીઈઓને પૂછ્યું કે તે અમેરિકામાં કેટલું રોકાણ કરી રહ્યા છે? આ દરમિયાન મેટાના માર્ક ઝુકરબર્ગે કહ્યું કે, 'હું અમેરિકામાં 600 બિલિયન ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યા છે.'
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પછી એપલના સીઈઓ ટિમ કૂકને પૂછ્યું કે, 'ટિમ... એપલ અમેરિકામાં કેટલા પૈસા રોકાણ કરવા જઈ રહ્યું છે? કારણ કે મને ખબર છે કે તે ઘણું હશે અને તમે જાણો છો, તમે બીજે ક્યાંક હતા, અને હવે તમે ખરેખર મોટા પાયે પાછા આવી રહ્યા છો. તમે કેટલા પૈસા રોકાણ કરવા જઈ રહ્યા છો?' જવાબમાં ટિમ કૂકે કહ્યું કે, 'હું અમેરિકામાં 600 બિલિયન ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યા છે.' ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, '600 બિલિયન ડોલર, તે ખૂબ જ સારું છે, ઘણી બધી નોકરીઓનું સર્જન થશે. આ કરવાથી અમને ખૂબ ગર્વ થશે. 
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'અમેરિકામાં કેટલા પૈસાનું રોકાણ કરી રહ્યા છે.' સુંદર પિચાઈએ કહ્યું, 'અને 100 બિલિયન ડોલરથી વધુ રોકાણ કરી રહ્યા છીએ. આગામી બે વર્ષમાં, અમેરિકામાં તે 250 બિલિયન ડોલર થઈ જશે.