દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ્વારા ધરપકડ, ગોવાથી પુરુષ તો દમણથી મહિલા પકડાઈ
December 04, 2025
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ દેશની સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાની જાસૂસોને પૂરી પાડતા બે વ્યક્તિની ધરપકડ કરીને જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા બંને જાસૂસોમાં એક મહિલા અને એક પૂર્વ આર્મી જવાનનો સમાવેશ થાય છે.
ગુજરાત એટીએસ દ્વારા આ ઓપરેશનમાં દમણ અને ગોવા એમ બે અલગ-અલગ સ્થળોએથી બે જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે. રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા જાસૂસની ગુજરાત એટીએસ દ્વારા દમણમાંથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીજો આરોપી એ.કે. સિંહ, જે ભારતીય આર્મીમાં સુબેદાર તરીકે ફરજ બજાવતો હતો, તેની ધરપકડ ગોવામાંથી કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ પાકિસ્તાનની જાસૂસી સંસ્થાઓના સંપર્કમાં હતા અને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. પૂર્વ આર્મી સુબેદાર એ.કે. સિંહ પર પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવા માટે મદદ કરવાનો ગંભીર આક્ષેપ છે. બંને જાસૂસ દેશના સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરીને ગુપ્ત માહિતી લીક કરતા હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત એટીએસ હવે આ નેટવર્કના અન્ય લોકો સુધી પહોંચવા અને તેમણે અત્યાર સુધીમાં કેટલી અને કઈ કઈ સંવેદનશીલ માહિતી લીક કરી છે તે જાણવા માટે તપાસ કરી રહી છે.
Related Articles
રામનગરમાં બ્લાઈન્ડ વળાંક પર બસ ખાડામાં ખાબકતા 20 લોકોના મોત અને 20 મુસાફરો ઘાયલ
રામનગરમાં બ્લાઈન્ડ વળાંક પર બસ ખાડામાં ખ...
Apr 21, 2026
ટ્રેડ ડીલને આખરી ઓપ આપવા ભારતનું પ્રતિનિધિમંડળ અમેરિકા જશે, રાજદૂત સર્જિયો ગોરે આપી માહિતી
ટ્રેડ ડીલને આખરી ઓપ આપવા ભારતનું પ્રતિનિ...
Apr 21, 2026
પૂર્વોત્તર ભારતમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ: મણિપુર સહિત 5 રાજ્યોની ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ
પૂર્વોત્તર ભારતમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ...
Apr 21, 2026
દેશભરમાં હીટવેવનો પ્રકોપ અને ગુજરાતમાં માવઠાની શક્યતા: તાપમાનમાં વધારા વચ્ચે વાતાવરણ પલટાશે
દેશભરમાં હીટવેવનો પ્રકોપ અને ગુજરાતમાં મ...
Apr 20, 2026
દિલ્હીમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું: પાડોશીએ 34 વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા
દિલ્હીમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે લો...
Apr 20, 2026
બંગાળમાં પીએમ મોદીનું અલ્ટિમેટમ: 'ગુંડાઓ શરણાગતિ સ્વીકારે, પરિણામ બાદ કોઈને છોડવામાં આવશે નહીં'
બંગાળમાં પીએમ મોદીનું અલ્ટિમેટમ: 'ગુંડાઓ...
Apr 20, 2026
Trending NEWS
20 April, 2026
20 April, 2026
20 April, 2026
20 April, 2026
20 April, 2026
20 April, 2026
20 April, 2026
20 April, 2026
19 April, 2026
19 April, 2026