મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
September 20, 2026
મુંબઈ : મુંબઈના લાલબાગ વિસ્તારમાં ગણપતિ ઉત્સવ દરમિયાન એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કાળાવચકીમાં દત્તારામ લાડ માર્ગ પર આવેલા કાળાવચકી વિભાગ સાર્વજનિક ઉત્સવ મંડળના પંડાલ પાસે અચાનક કરંટ ફેલાઈ ગયો હતો. રાત્રિના 3 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં વીજ કરંટ લાગવાથી 8 વર્ષની બાળકી સહિત બે લોકોનાં કરુણ મોત નિપજ્યાં છે.
આ ગંભીર અકસ્માતમાં અન્ય ચાર લોકો ઘાયલ થયા છે, જેમાં કિરણઅકબર નાઈક, તન્વી નરેશ, સાહિલ સંદીપ તારે અને રૂહી સિંહનો સમાવેશ થાય છે. તમામ ઘાયલોને તાત્કાલિક ધોરણે બાયકુલાની મસીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. લાડબાગમાં ગણેશોત્સવ દરમિયાન દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટતી હોય છે, તેવામાં આ દુર્ઘટનાથી ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ લાલબાગચા રાજા પંડાલ પાસે પુણેના એક યુવકનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. પ્રશાસન દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Related Articles
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
Trending NEWS
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
18 September, 2026
18 September, 2026