દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
September 20, 2026
ઉત્તરાખંડમાં જળવાયુ પરિવર્તન અને પર્યાવરણ સાથે જોડાયેલી એક ચિંતાજનક તસવીર સામે આવી છે. આનાથી વૈજ્ઞાનિકોની સાથે પર્યાવરણવિદોની ચિંતા પણ વધી ગઈ છે. ભારતીય મધ્ય હિમાલયમાં ગ્લેશિયરો ઝડપથી પાછળ હટી રહ્યા છે. આ વાત એક નવી વૈજ્ઞાનિક સમીક્ષામાં સામે આવી છે. UPES, દેહરાદૂન અને વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીયોલોજીના સંશોધકોની આ સમીક્ષા 15 સપ્ટેમ્બર 2026ના રોજ ડિસ્કવર જીઓ સાયન્સ (Discover Geoscience) માં પ્રકાશિત થઈ છે.
આ અભ્યાસમાં 1990–2024 વચ્ચે પ્રકાશિત રિસર્ચ, ફિલ્ડ સર્વે, સેટેલાઇટ ઈમેજરી, DEM અને અન્ય અભ્યાસોનો સમન્વય કરવામાં આવ્યો છે. સમીક્ષામાં 23 મુખ્ય ગ્લેશિયરો માટે કુલ 25,621.01 મીટરનો ઘટાડો (cumulative recession) નોંધવામાં આવ્યો છે. અભ્યાસના એક ભાગમાં સરેરાશ પાછળ હટવાનો દર (Retreat Rate) 23.23 મીટર પ્રતિ વર્ષ બતાવવામાં આવ્યો છે, જ્યારે પાછળથી રિપોર્ટની સમરી ટેબલમાં આ દર 24.63 મીટર પ્રતિ વર્ષ આપવામાં આવ્યો છે, એટલે કે રિપોર્ટની અંદર આ સરેરાશને લઈને વિસંગતતા જોવા મળે છે.
ટિહરી ગઢવાલનો ખાતલિંગ ગ્લેશિયર (Khatling Glacier) સૌથી ઝડપથી પાછળ હટતા ગ્લેશિયરોમાં સામેલ છે, જેનો 1965–2014 દરમિયાન સરેરાશ પાછળ હટવાનો દર 88 મીટર પ્રતિ વર્ષ નોંધાયો હતો, અને આ સમયગાળામાં તે લગભગ 4.34 કિમી પાછળ હટ્યો હતો, જેના લીધે ગ્લેશિયર નાના ભાગોમાં વિભાજિત (Fragmented) થઈ ગયો.
પિંડારી (Pindari) માટે 2000–2018માં 45.8 મીટર/વર્ષ, મિલામ (Milam) માટે 1972–2018માં 37.8 મીટર/વર્ષ, ગંગોત્રી (Gangotri) માટે 1935–2004માં લગભગ 22 મીટર/વર્ષ, ચોરાબાડી (Chorabari) માટે 6.8 મીટર/વર્ષ અને ભાગીરથી (Bhagirathi) માટે 3.7 મીટર/વર્ષનો દર નોંધાયો છે. સતોપંથ (Satopanth)ના અલગ-અલગ અભ્યાસોમાં અલગ દરો મળ્યા છે.
Related Articles
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
Trending NEWS
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
18 September, 2026
18 September, 2026