યુક્રેનનો એવો હુમલો કે રશિયા કાળા વાદળોથી ઢંકાયું, 370 ડ્રોન વડે ભયાનક હુમલો
July 19, 2026
તલઅવીવ : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક અત્યંત ખતરનાક અને નિર્ણાયક વળાંક પર પહોંચી ગયું છે. યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને મોટો વળતો પ્રહાર કરીને તેની રાજધાની મોસ્કો સહિતના વિસ્તારોને નિશાન બનાવ્યા છે. યુક્રેને એકસાથે 370થી વધુ ડ્રોન લોન્ચ કરીને રશિયાની સરહદની અંદર ઘૂસીને ભારે તબાહી મચાવી છે. આ ભયાનક ડ્રોન હુમલાને કારણે મોસ્કોથી આશરે 50 કિલોમીટર પૂર્વમાં આવેલા ઇલેક્ટ્રોસ્ટાલના વાઇલ્ડબેરીઝ લોજિસ્ટિક્સ કોમ્પ્લેક્સ અને નોગિન્સ્કના એક મહત્વપૂર્ણ ઓઇલ ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે કલાકો સુધી આકાશમાં કાળો ધુમાડો છવાયેલો રહ્યો હતો.
સ્થાનિક ગવર્નર અને મોસ્કોના મેયરે આ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી છે. યુક્રેની ડ્રોન્સે જે નોગિન્સ્ક ઓઇલ ડેપોને નિશાન બનાવ્યો છે, ત્યાં ઇંધણ સંગ્રહ કરવા માટેના 24 મોટા સ્ટોરેજ ટેન્ક આવેલા છે, જે સમગ્ર મોસ્કો ક્ષેત્ર માટે પેટ્રોલિયમ સપ્લાયનું મુખ્ય કેન્દ્ર છે. આ હુમલાના કારણે આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે ઇંધણની કિંમતો અને સપ્લાય પર મોટી અસર પડી શકે છે. બીજી તરફ, વાઇલ્ડબેરીઝ એ રશિયાનું સૌથી મોટું ઇ-કોમર્સ પ્લેટફોર્મ છે અને તેનો આ લોજિસ્ટિક્સ કોમ્પ્લેક્સ રશિયાની સપ્લાય ચેઇનનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.
યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ હુમલા અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, રશિયા દ્વારા યુક્રેનના શહેરો પર સતત કરવામાં આવતી બોમ્બમારો અને મિસાઇલ હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો હતો કે, આ લોજિસ્ટિક્સ સેન્ટરો પ્રતિબંધિત હોવા છતાં રશિયાની સેનાને ડ્રોન બનાવવા માટેના પાર્ટ્સ અને સાધનો પૂરા પાડતા હતા, જેથી તેને સૈન્ય સપ્લાય ચેઇન તોડવાના ભાગરૂપે નિશાન બનાવાયા છે.
Related Articles
તુલસી ગબાર્ડના ભાઈની ધરપકડ: લાલચ આપીને સગીર બાળકોને હોટલ રૂમમાં બોલાવવાનો આરોપ
તુલસી ગબાર્ડના ભાઈની ધરપકડ: લાલચ આપીને સ...
Jul 19, 2026
મહાયુદ્ધના ભણકારા! અમેરિકાના 50000 સૈનિકો હાઈ એલર્ટ પર
મહાયુદ્ધના ભણકારા! અમેરિકાના 50000 સૈનિક...
Jul 19, 2026
ઈરાને યુએસનું 3.4 કરોડ ડોલરનું ડ્રોન તોડી પાડ્યું, હોર્મુઝ સ્ટ્રેટ બંધ; જોર્ડન-કુવૈતમાં યુએસ બેઝ પર હુમલા
ઈરાને યુએસનું 3.4 કરોડ ડોલરનું ડ્રોન તોડ...
Jul 18, 2026
અમેરિકાના અનેક ફાઈટર જેટ્સ તોડી પાડ્યા! ઈરાનના દાવાથી સમગ્ર વિશ્વ ચોંક્યું
અમેરિકાના અનેક ફાઈટર જેટ્સ તોડી પાડ્યા!...
Jul 17, 2026
યુગાન્ડામાં શૈક્ષણિક પ્રવાસે નીકળેલી સ્કૂલનો બસનો દર્દનાક અકસ્માત, 20 બાળકો સહિત 21ના મોત
યુગાન્ડામાં શૈક્ષણિક પ્રવાસે નીકળેલી સ્ક...
Jul 17, 2026
અમેરિકાએ ઈરાનમાં બાળકોની હોસ્પિટલ કર્યો બોંબમારો, વળતા જવાબમાં કુવૈત પર ભીષણ ડ્રોન હુમલો
અમેરિકાએ ઈરાનમાં બાળકોની હોસ્પિટલ કર્યો...
Jul 16, 2026
Trending NEWS
19 July, 2026
19 July, 2026
19 July, 2026
19 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026