રશિયા પાસેથી ઓઇલ ખરીદતા ભારત સહિતના દેશો પર 100 ટકા ટેરિફ ઝીંકતું બિલ અમેરિકન સેનેટમાં મંજૂર
July 29, 2026
અમેરિકન સેનેટે રશિયા સામે કડક વલણ અપનાવતા ઊર્જા ખરીદનારા દેશો પર 100 ટકા સુધીનો ટેરિફ લગાવવા માટેનું બિલ 86-12 ની જંગી બહુમતીથી પસાર કરી દીધું છે. સ્વર્ગસ્થ સેનેટર લિન્ડસે ગ્રેહામ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ બિલ કાયદો બનશે તો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે રશિયાથી ઓઇલ અને ગેસની મોટા પાયે આયાત કરતા ભારત, ચીન, સ્લોવાકિયા, હંગેરી તેમજ અઝરબૈજાન જેવા 5 મુખ્ય દેશો પર તોતિંગ ટેરિફ લાદવાની સત્તા આવી જશે.
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને પગલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મારફતે થતો ઓઇલનો પુરવઠો પ્રભાવિત થયો હતો, જેના કારણે ભારતીય રિફાઇનરીઓએ રશિયા પાસેથી ઓઇલની ખરીદી વધારી દીધી હતી. અગાઉ ઓગસ્ટ 2025 માં પણ અમેરિકાએ ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લગાવ્યો હતો, જેથી કુલ ટેરિફ 50 ટકા પર પહોંચી ગયો હતો. જોકે, ફેબ્રુઆરીમાં ઈરાન સંકટ સમયે ભારતને થોડી રાહત મળી હતી, પરંતુ હવે ફરીથી 100 ટકા ટેરિફ લાદવાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.
સેનેટમાંથી પસાર થયા બાદ હવે આગામી સપ્ટેમ્બર મહિનામાં આ બિલ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની બેઠકમાં રજૂ કરવામાં આવશે. અહીં મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર થતાં જ આ બિલ સત્તાવાર કાયદાનું રૂપ લેશે. આ બિલ સીધો ટેરિફ લાગુ નહીં કરે, પરંતુ તે પ્રમુખ ટ્રમ્પને ભારત જેવા દેશો પર નવેસરથી આર્થિક દબાણ ઊભું કરવા માટે એક અત્યંત શક્તિશાળી હથિયાર ચોક્કસ પૂરું પાડશે.
Related Articles
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વ...
Sep 26, 2026
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લેન ક્રેશ, કોંગો સૈન્યના બે મોટા અધિકારી સહિત 14ના મોત
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લ...
Sep 26, 2026
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026