Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ફિલિપાઇન્સમાં ઠેર ઠેર હિંસા અને આગચંપી, ભ્રષ્ટાચાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા યુવાનો

September 21, 2025

મેનીલા : હાલમાં જ નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા બેન વિરુદ્ધ હિંસક દેખાવો થયા હતા. જે બાદ વડાપ્રધાન સહિત આખી સરકાર બદલી નાંખવામાં આવી. બાદમાં ઈન્ડોનેશિયામાં પણ સરકાર વિરુદ્ધ હિંસક દેખાવો થયા. હવે આવું જ આંદોલન ફિલિપાઇન્સમાં શરૂ થઈ ગયું છે. આજે હજારોની સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતર્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર સરકારમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. 
ફિલિપાઇન્સની સરકાર પર આરોપ છે કે પૂર નિયંત્રણ પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે. જેના વિરોધમાં આજે ફિલિપાઈન્સના પાટનગર મનીલામાં હજારોની સંખ્યામાં આંદોલનકારી રસ્તા પર ઉતરી આવ્યા. જોતજોતાંમાં શાંતિપૂર્ણ આંદોલને હિંસક રૂપ ધારણ કર્યું છે. મનીલામાં યુવાનોએ પોલીસ પર પથ્થરમારો કર્યો તથા બોટલો ફેંકી. ભીડને રાષ્ટ્રપતિ ભવન તરફ જતી રોકવા માટે પોલીસે રસ્તા પર ટ્રક ઊભી રાખી હતી, જેમાં યુવાનોએ આગ ચાંપી દીધી. AFP ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર પોલીસકર્મીઓએ પણ પથ્થર ઉઠાવી યુવાનો તરફ ફેંક્યા હતા.