મિડલ ઈસ્ટમાં યુદ્ધ: લેબેનોનમાં ઘૂસી ઈઝરાયલની સેના, 26 વર્ષ બાદ ફરી 'બ્યુફોર્ટ કેસલ' પર કબજો
May 31, 2026
દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં એક મોટો વળાંક આવ્યો છે. ઈઝરાયલી સૈનિકોએ દક્ષિણ લેબેનોનમાં પહાડની ટોચ પર આવેલા 'બ્યુફોર્ટ કેસલ' (Beaufort castle) પર કબજો જમાવ્યો છે. આ ઈઝરાયલની છેલ્લા 26 વર્ષમાં લેબેનોન સરહદની અંદરની સૌથી મોટી ઘૂસણખોરી માનવામાં આવે છે. ક્રુસેડર યુગમાં નિર્મિત આ કિલ્લો દક્ષિણ લેબેનોનમાં ખૂબ જ વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે આ કિલ્લા પર ઈઝરાયલનો ધ્વજ લહેરાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 1982થી 2000 સુધી પણ ઈઝરાયલી સેના આ કિલ્લા પર નિયંત્રણ ધરાવતી હતી. ગંભીર આક્રમણ: આ કબજો નાબાતીયેહ શહેર પાસેના વિસ્તારોમાં ઘણા દિવસોથી ચાલી રહેલી તીવ્ર લડાઈ અને હવાઈ હુમલાઓ બાદ થયો છે. વ્યૂહનીતિ: ઈઝરાયલી સેનાનો હેતુ હિઝબુલ્લાહના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડવાનો અને ઈઝરાયલી નાગરિકો માટેના 'સીધા ખતરા'ને દૂર કરવાનો છે. નવું યુદ્ધક્ષેત્ર: લિતાની નદી ઓળંગીને ઈઝરાયલી સેના હવે નાબાતીયેહ શહેરથી માત્ર 5 કિમી દૂર છે અને ત્યાંના રહેવાસીઓને શહેર ખાલી કરવાના આદેશ આપ્યા છે.
Related Articles
પુતિનના બે સિક્રેટ બાળકો હોવાનો દાવો, દુનિયાથી છુપાવીને સ્પેશિયલ ટ્રેનિંગ અપાઈ રહી છે
પુતિનના બે સિક્રેટ બાળકો હોવાનો દાવો, દુ...
May 31, 2026
લાઓસ ગુફા દુર્ઘટના: સોનાની લાલચમાં 7 ગ્રામીણો 9 દિવસથી ગુફામાં ફસાયા
લાઓસ ગુફા દુર્ઘટના: સોનાની લાલચમાં 7 ગ્ર...
May 29, 2026
ટ્રમ્પની હત્યાનો વધુ એક પ્રયાસ? વ્હાઈટ હાઉસ બહાર ફાયરિંગ કરનારો યુવક પોતાને 'ઈસુ ખ્રિસ્ત’ માનતો હતો
ટ્રમ્પની હત્યાનો વધુ એક પ્રયાસ? વ્હાઈટ હ...
May 24, 2026
હોર્મુઝ અમારું છે, અમેરિકા દખલ ના કરે... શાંતિ કરાર પહેલા ઈરાને ફરી ટ્રમ્પના દાવા પર પાણી ફેરવ્યું
હોર્મુઝ અમારું છે, અમેરિકા દખલ ના કરે......
May 24, 2026
પાકિસ્તાનનું ક્વેટા શહેર રેલવે ટ્રેક પર પ્રચંડ વિસ્ફોટથી હચમચ્યું, 23ના મોત
પાકિસ્તાનનું ક્વેટા શહેર રેલવે ટ્રેક પર...
May 24, 2026
વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી મોટી રાહત: ઈરાનનો નિર્ણય, આગામી 30 દિવસમાં ખુલી જશે હોર્મુઝની ખાડી
વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી મોટી રાહત: ઈ...
May 24, 2026
Trending NEWS
સિદ્ધારમૈયા રાજીનામાં પછી પણ કિંગમેકર! પુત્ર માટે...
29 May, 2026
પેપરલીક મામલે સુપ્રીમ કોર્ટ NTA પર લાલઘૂમ! કહ્યું...
29 May, 2026