ઉત્તર ભારતમાં ગરમી બાદ હવામાનમાં પલટો, દિલ્હી-યુપી સહિત 15 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ
May 05, 2026
ઉત્તર ભારતમાં હાલ હવામાનમાં ઝડપી ફેરફાર જોવા મળી રહ્યો છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના 15 રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા આંધી-તોફાનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા જ લોકો આકરી ગરમીથી પરેશાન હતા, ત્યારે હવે તાજેતરમાં થયેલા ભારે વરસાદે ગરમીમાંથી મોટી રાહત આપી છે. હવામાનમાં આવેલા આ અચાનક બદલાવને કારણે તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે પણ અનેક વિસ્તારોમાં તેજ ગતિએ પવન ફૂંકાવા સાથે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આગામી 24 કલાક દરમિયાન રાજસ્થાન, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ ધૂળની ડમરીઓ સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
તાજેતરમાં પડેલા વરસાદને કારણે ખેતીના પાકને પણ અસર થવાની ભીતિ સેવાઈ રહી છે, જોકે ગરમીથી ત્રસ્ત નાગરિકો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો હતો. પ્રશાસન દ્વારા લોકોને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા માટે સલાહ આપવામાં આવી છે. આગામી બે-ત્રણ દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ યથાવત રહેવાની ધારણા છે.
Related Articles
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિ...
Sep 26, 2026
પ.બંગાળ ભાજપને મોટો ઝટકો, એન્ટી ગુંડા બિલ રાષ્ટ્રપતિએ મૂર્મુએ પાછું મોકલી દીધું
પ.બંગાળ ભાજપને મોટો ઝટકો, એન્ટી ગુંડા બિ...
Sep 26, 2026
નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ: બે દિવસમાં 19 લોકોના મોત, દારૂ પીધો હોય તેમને હોસ્પિટલમાં દાખલ થવા અપીલ
નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ: બે દિવસમાં 19 લો...
Sep 26, 2026
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ, સરકારી સાક્ષી બનાવાયા
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અન...
Sep 26, 2026
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026