'હેરા ફેરી 3'માં પરેશ રાવલની ફરી થશે એન્ટ્રી? અક્ષય કુમારના રિએક્શનથી ચર્ચા છંછેડાઈ
June 18, 2025
અભિનેતા અક્ષય કુમાર પ્રચલિત કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'નો ત્રીજો ભાગ બનાવી રહ્યો છે પણ લોકપ્રિય કલાકાર પરેશ રાવલે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડતા ફિલ્મની ફ્રેન્ચાઇઝી અને ચાહકોને આઘાત લાગ્યો હતો. જોકે પછીથી આ મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. જોકે ચાહકોની સાથે અક્ષયને હજી પણ આશા છે કે તે આ ફિલ્મમાં જરૂર દેખાશે. અક્ષયે એક ઈન્ટરવ્યૂમાં 'હેરા ફેરી 3'ને લઈને પહેલી વાર મૌન તોડ્યું. જ્યારે તેને ફિલ્મની હાલની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, અક્ષયે કહ્યું કે "જે બધું થઈ રહ્યું છે, તે બધું બધાની સામે જ છે. આંગળીઓ ક્રોસ કરી રાખી છે, આશા છે કે બધું સારું થશે." અક્ષયે આગળ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, "બધું જ સારું થશે, મને પૂર્ણ વિશ્વાસ છે." નોંધનીય છે કે પરેશ રાવલે ફિલ્મ છોડ્યા પછી આ કેસ કોર્ટ સુધી પહોંચી ગયો હતો, જ્યારે અક્ષય કુમારની કંપની Cape Of Good Cinema એ પરેશ રાવલ વિરુદ્ધ કેસ દાખલ કરી 25 કરોડનો દાવો માંડી દેતા વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો છે. બંને વચ્ચે અણબનાવની ચર્ચા થઈ રહી છે. જ્યાં એક તરફ ટ્વિટર પર યુઝર્સે પરેશ રાવલને હીરો ગણાવીને ફિલ્મમાં પાછા ફરવાની માગ કરી, ત્યાં પરેશે આટલું કહીને ના પાડી દીધી કે તેઓ હીરો નથી.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
IPL પહેલા જ થાલા 'આઉટ'! ઈજાના કારણે ધોનીને બે સપ્ત...
28 March, 2026
દુબઈમાં અનરાધાર વર્ષા : ઝરણાઓમાં પૂર વાહન : વ્યવહા...
27 March, 2026
અમદાવાદમાં લોનના નામે લાખોની છેતરપિંડી આચરતી ગેંગન...
27 March, 2026
સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો: શિખરને...
27 March, 2026
ઇઝરાયલ ફરી ઇરાન પર તૂટી પડયું : શસ્ત્રો બનાવતા કાર...
27 March, 2026
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્મ...
27 March, 2026
હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવા...
27 March, 2026
ચીને તાઇવાન સરહદે તહેનાત કર્યા ઘાતક 'હથિયાર', વધુ...
27 March, 2026
ઓસ્ટ્રેલિયામાં 470 સર્વિસ સ્ટેશનો પર ઈંધણ ખતમ, PMએ...
27 March, 2026
નેપાળમાં 'બાલેન યુગ': ભારત સાથે ખાસ કનેક્શન ધરાવતા...
27 March, 2026