તેમના વિના ફિલ્મ નહીં બને.. ' હેરા ફેરી 3 ફિલ્મમાંથી પરેશ રાવત ખસી જતાં સુનીલ શેટ્ટીનું રિએક્શન
May 21, 2025
ફિલ્મ 'હેરા ફેરી 3'ને લઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત હતા. પરંતુ પરેશ રાવલની અચાનક આ ફ્રેન્ચાઈઝીમાંથી બહાર થવાની જાહેરાતે ચાહકોને ચોંકાવી દીધા છે. હવે પરેશ રાવલના આ નિર્ણય પર સુનિલ શેટ્ટીએ મૌન તોડ્યું છે. સુનીલ એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા સુનીલ શેટ્ટીએ કહ્યું કે, 'આવું બની જ ન શકે. પરેશ રાવલ વિના....100% આ ન બની શકે. મારા અને અક્ષય વિના હેરા ફેરી 3નો 1% પણ ચાન્સ છે, પરંતુ પરેશ જી વિના 100% આ ફિલ્મ ન બની શકે. જો રાજૂ અને શ્યામને બાબુ ભૈયાનો માર ન પડે ત્યાં સુધી આ ફિલ્મ ન ચાલે.' સુનીલ શેટ્ટીએ જણાવ્યું કે, કેવી રીતે મને આ વાતની જાણ મારા બાળકો આથિયા અને અહાન શેટ્ટી દ્વારા થઈ. એક્ટરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'તે બંનેએ જ 15 મિનિટની અંદર જ મને આ મોકલ્યું અને પૂછ્યું 'પપ્પા, આ શું છે?' અને હું અહીં મારો ઈન્ટરવ્યુ આપી રહ્યો હતો. આ જોતાંની સાથે જ હું વિચારમાં ડૂબી ગયો.' સુનીલ શેટ્ટીએ આશા વ્યક્ત કરી કે પરેશ રાવલ ભવિષ્યમાં ચોક્કસપણે આ ફિલ્મમાં વાપસી કરશે, કારણ કે દર્શકોની જેમ તેઓ પણ રાજુ, શ્યામ અને બાબુરાવની ત્રિપુટીની વાપસીની રાહ જોઈ રહ્યા હતા. સ્થિતિ ત્યારે વધુ જટિલ બની ગઈ જ્યારે પરેશ રાવલે જણાવ્યું કે, મેં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને દિગ્દર્શક પ્રિયદર્શનને ફિલ્મ છોડવાના નિર્ણય વિશે જાણ કરી દીધી છે, જોકે, પ્રિયદર્શને પરેશ રાવલ તરફથી આવી કોઈ માહિતી મળી હોવાનો ઈનકાર કરી દીધો છે. પ્રિયદર્શને કહ્યું કે, 'મને નથી ખબર કે આવું કેમ થયું કારણ કે, પરેશે અમને જાણ નથી કરી.' ફિલ્મ શરૂ કરતા પહેલા, અક્ષયે મને પરેશ અને સુનીલ બંને સાથે વાત કરવાનું કહ્યું અને મેં તેમ કર્યું અને બંને સંમત થયા હતા.' તેમણે એમ પણ કહ્યું કે, 'ફિલ્મમાં તેના નાણાકીય રોકાણને કારણે અક્ષય કાનૂની કાર્યવાહી કરી શકે છે. પ્રિયદર્શને કહ્યું કે, મારી પાસે ગુમાવવા માટે કંઈ નથી, પણ અક્ષયે પૈસા રોક્યા છે અને તે જ કારણ હોઈ શકે છે કે તે આ પગલું ભરી રહ્યો છે.' તમને જણાવી દઈએ કે, તાજેતરમાં પરેશ રાવલે જણાવ્યું હતું કે, મેં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને દિગ્દર્શક પ્રિયદર્શનને ફિલ્મ છોડવા અંગે જાણ કરી દીધી છે. તેમણે ચાહકોને આ વિશે માહિતી આપવા માટે ટ્વિટ કર્યું, જેમાં તેમણે લખ્યું 'હું એ વાત રેકોર્ડ પર રાખવા માંગુ છું કે હેરા ફેરી 3 છોડવાનો મારો નિર્ણય સર્જનાત્મક મતભેદોને કારણે નહોતો. હું ફરીથી ભારપૂર્વક કહું છું કે ફિલ્મ નિર્માતા સાથે કોઈ સર્જનાત્મક મતભેદ નથી. મને ફિલ્મ દિગ્દર્શક પ્રિયદર્શન પ્રત્યે અપાર પ્રેમ, આદર અને આસ્થા રાખું છું.'
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
IPL પહેલા જ થાલા 'આઉટ'! ઈજાના કારણે ધોનીને બે સપ્ત...
28 March, 2026
દુબઈમાં અનરાધાર વર્ષા : ઝરણાઓમાં પૂર વાહન : વ્યવહા...
27 March, 2026
અમદાવાદમાં લોનના નામે લાખોની છેતરપિંડી આચરતી ગેંગન...
27 March, 2026
સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો: શિખરને...
27 March, 2026
ઇઝરાયલ ફરી ઇરાન પર તૂટી પડયું : શસ્ત્રો બનાવતા કાર...
27 March, 2026
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્મ...
27 March, 2026
હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવા...
27 March, 2026
ચીને તાઇવાન સરહદે તહેનાત કર્યા ઘાતક 'હથિયાર', વધુ...
27 March, 2026
ઓસ્ટ્રેલિયામાં 470 સર્વિસ સ્ટેશનો પર ઈંધણ ખતમ, PMએ...
27 March, 2026
નેપાળમાં 'બાલેન યુગ': ભારત સાથે ખાસ કનેક્શન ધરાવતા...
27 March, 2026