વિશ્વવિખ્યાત ફેશન ડિઝાઇનર જ્યોર્જિયો અરમાનીનું 91 વર્ષની વયે નિધન
September 05, 2025
- ઇટાલીના મિલાનમાં જન્મેલા અરમાનીએ આગવી ફેશન સેન્સ વડે 10 અબજ ડોલરનું સામ્રાજ્ય રચ્યું : અરમાની બ્રાન્ડના 50 વર્ષ નિમિત્તે ભવ્ય ઇવેન્ટ યોજવાના હતા
મિલાન : વિશ્વને ફેશનની નવી જ પરિકલ્પના આપનારા વિશ્વવિખ્યાત ઇટાલિયન ફેશન ડિઝાઇનર જ્યોર્જિયો અરમાનીનું ૯૧ વર્ષની વયે નિધન થયું છે.પોતાની આગવી ફેશન સેન્સ વડે અબજો ડોલરનું ફેશન હાઉસ ઊભું કરનારા અરમાનીનું તેમના જ ઘરે નિધન થયું હતું. અરમાની વૈશ્વિક ફેશન ઉદ્યોગના લબ્ધપ્રતિષ્ઠિતનામોમાં એક હતા. ખરાબ તબિયતના લીધે પહેલી જ વખત જુન ૨૦૨૫માં યોજાયેલી મિલાન ફેશન વીકમાં અરમાની હાજર રહી શક્યા ન હતા.
તેઓ ફેશન ઉદ્યોગમાં તેમની જ્યોર્જિયો અરમાની બ્રાન્ડના ૫૦ વર્ષની ઉજવણી કરવા આ સપ્તાહે મિલાન ફેશન વીકમાં મોટી ઇવેન્ટ કરવાનું આયોજન ધરાવતા હતા. અરમાનીએ ૧૯૭૦ના દાયકામાં પેન્ટની સિમ્પલ પેર અને અર્બન પેલેટની સાથે અનલાઇન્ડ જેકેટથી પ્રારંભ કરીને અરમાનીએ ઇટાલિયન રેડી-ટુ-વેર સ્ટાઇલને વૈશ્વિક ફેશન ફલક પર મૂકી દીધુ હતુ. કેઝ્યુઅલ છતાં પણ સ્ટાઇલિશ અભિગમ ધરાવતા અરમાની બ્રાન્ડના વસ્ત્રોએ ફેશન જગત પર પાંચ-પાંચ દાયકા સુધી શાસન કર્યુ છે.
એક્ઝિક્યુટિવ ઓફિસથી લઈને હોલિવૂડ સ્ક્રીન સુધી અરમાનીના વસ્ત્રોની બોલબાલા હતી. અરમાનીએ તેના મૃત્યુ સુધીમાં ફક્ત તેમની ફેશન સેન્સ વડે ૧૦ અબજ ડોલરનું સામ્રાજ્ય રચ્યુ હતુ. તેમા ક્લોથિંગમાં એસેસરીઝ, હોમ ફર્નિશિંગ્સ, પરફ્યુમ્સ, કોસ્મેટિક્સ, બૂક્સ, ફ્લાવર્સ અને ચોકોલેટ્સનો પણ સમાવેશ થાય છે. ફોર્બ્સ મુજબ તે વિશ્વના ૨૦૦ ટોચના અબજપતિમાં સ્થાન પામતા હતા.
આ ઉપરાંત અરમાની પાસે તેની માલિકીના કેટલાક બાર, ક્લબ્સ, રેસ્ટોરા અને પોતાની બાસ્કેટ બોલ ટીમ ઇએ સેવન એમ્પોરિયો અરમાની મિલાન હતી, જે ઓલોમ્પિયા મિલાનો તરીકે જાણીતી હતી. અરમાનીએ મિલાનથી લઈને ટોક્યો સુધીમાં ૧૯૯૮ સુધીમાં ૨૦ રેસ્ટોરા અને બે હોટેલ્સ ખોલીહતી. જ્યારે ૨૦૦૯માં એક દુબઈમાં અને ૨૦૧૦માં અન્ય એક મિલાનમાં શરૂ કરી હતી.
Related Articles
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ નાની કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ બનશે જીવનસાથી
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ...
Oct 05, 2026
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026