ખેડૂતો માટે ચિંતાના સમાચાર! રાજ્યમાં ફરી માવઠાની આગાહી, ઉ.ગુજરાતમાં આજે પડશે કમોસમી વરસાદ
February 18, 2026
ગુજરાતમાં બદલાતા હવામાન વચ્ચે હવે શિયાળો ધીમે-ધીમે વિદાય લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટશે અને તાપમાનમાં વધારો નોંધાતા ઉનાળાનો અહેસાસ થશે. આ દરમિયાન ત્રણ સિસ્ટમ સક્રિય બનવાથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તેવામાં રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે(18 ફેબ્રુઆરી, 2026) ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી છે.
ગુજરાતમાં હાલમાં એકસાથે ત્રણ હવામાન સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ—સક્રિય થવાને કારણે કમોસમી વરસાદ એટલે કે માવઠાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. આ સિસ્ટમોની અસર હેઠળ ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તેવામાં આજે બુધવારે અરવલ્લી, મહીસાગર, દાહોદ, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે માવઠાની આગાહી છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
Related Articles
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026