ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત, યુપી-ઝારખંડમાં પૂર અને માર્ગો ઠપ્પ, શાળાઓ બંધ રખાઈ
September 02, 2026
ઉત્તરાખંડ, આસામ, યુપી, ઝારખંડ અને હિમાચલમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. અલ્મોડાના ઉદયુડામાં કાટમાળમાં 2 મહિલા, 1 બાળક અને અન્યત્ર 2 નેપાળી મજૂરો દટાયા હતા. પૌડીના કોટદ્વારમાં કોલ્હૂ નદીમાં 26 વર્ષીય માતા અને 1.5 વર્ષની પુત્રી તણાતાં ઉત્તરાખંડમાં કુલ 7 મોત થયાં હતા. બીજી તરફ ગુવાહાટીના મથઘરિયામાં દંપતી, 11 વર્ષીય બાળકી અને અન્યત્ર 65 વર્ષીય વૃદ્ધ સહિત 4 લોકોનાં ભૂસ્ખલનથી મોત નીપજ્યાં હતા.
ટિહરી અને નૈનીતાલમાં નુકસાન વચ્ચે રાજ્યમાં 3 નેશનલ હાઈવે સહિત 172 માર્ગો બંધ થતાં બાગેશ્વરના NH-109 પર એમ્બ્યુલન્સ સહિત વાહનો ફસાયા હતા. ખરાબ હવામાનથી સોનપ્રયાગમાં કેદારનાથ યાત્રા સ્થગિત કરાઈ છે. નૈનીતાલ, ચંપાવત, ઉધમ સિંહ નગર અને પિથોરાગઢમાં શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવા આદેશ અપાયા હતા.
યુપીના લખીમપુર ખેરીમાં પૂર અને સીતાપુરમાં દીવાલ પડતાં 2 લોકોનાં મોત થયાં હતા. ઉન્નાવમાં ગંગા એક્સપ્રેસવેમાં ગાબડું પડ્યું હતું. ચિત્રકૂટમાં મંદાકિની 4 મીટર ઉપર વહેતાં ડૂબેલા રામઘાટ-નિર્મોહી અખાડામાંથી સેનાના હેલિકોપ્ટરે બચાવ કર્યો હતો. વારાણસીમાં ગંગા વધતાં મણિકર્ણિકા-હરિશ્ચંદ્ર ઘાટ ડૂબવાથી છતો પર અંતિમ સંસ્કાર ચાલુ છે, જ્યારે બલિયામાં ગંગા 1.60 મીટર ઉપર વહેતાં 20 હજાર લોકો પ્રભાવિત થયા છે.
ઝારખંડના 10 જિલ્લામાં ફ્લેશ ફ્લડ એલર્ટ અંતર્ગત ગઢવા, પલામૂ, સિમડેગા, પશ્ચિમ સિંહભૂમમાં રેડ અને લાતેહાર, લોહરદગા, ગુમલામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. પૂર્વ સિંહભૂમના ડુમરિયામાં 217 મીમી વરસાદ ખાબક્યો હતો. જમશેદપુરમાં ખરકઈ અને સ્વર્ણરેખા નદીઓ ભયજનક સપાટીએ પહોંચતાં ગઢવામાં 2 અને 3 સપ્ટેમ્બરે શાળાઓ બંધ રાખવામાં આવી છે.
Related Articles
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા : CCTV બંધ મળ્યો, બસની સીટ અને સ્ટીયરીંગ પરથી ફિંગરપ્રિન્ટ મળ્યા
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા :...
Sep 02, 2026
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો, દિલ્હીમાં ઈંધણના ભાવ યથાવત્
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વ...
Sep 02, 2026
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આવેલું પવિત્ર તળાવ 90 ટકા સુકાયું, તંત્ર પાસે બચાવવાની ઉગ્ર માંગ
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આ...
Sep 02, 2026
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓફ બાદ એન્જિન ફેલ
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓ...
Sep 01, 2026
સુભાષ ચંદ્રાને મોટો ઝટકો: 22 હજાર કરોડની લોન સામે 6 કરોડમાં પતાવટનો પ્લાન અટક્યો, નવેસરથી થશે સુનાવણી
સુભાષ ચંદ્રાને મોટો ઝટકો: 22 હજાર કરોડની...
Sep 01, 2026
E20 પેટ્રોલે બદલ્યો બજારનો મિજાજ! આ ગાડીઓ પર તૂટી પડ્યા ગ્રાહકો, 6 મહિનાનો વેઇટિંગ પિરિયડ
E20 પેટ્રોલે બદલ્યો બજારનો મિજાજ! આ ગાડી...
Sep 01, 2026
Trending NEWS
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026