જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અલ્ટીમેટમ, સરકાર સામે સંકટના વાદળો
November 01, 2026
'તમામ 8 મંત્રી અને CMના સલાહકારને હટાવવા માંગ
જમ્મુ : જમ્મુ-કાશ્મીરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની સરકાર સામે તેમની જ પાર્ટી નેશનલ કોન્ફરન્સ (NC) ની અંદર ખુલ્લો બળવો જોવા મળી રહ્યો છે. પાર્ટીના આશરે 25 ધારાસભ્યોએ સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે અને ઉપમુખ્યમંત્રી સહિત તમામ 8 કેબિનેટ મંત્રીઓને 15 દિવસની અંદર હટાવીને મંત્રીમંડળનું સંપૂર્ણ પુનર્ગઠન કરવાની માંગણી કરી છે. આ સાથે જ ધારાસભ્યોએ મુખ્યમંત્રીના રાજકીય સલાહકાર નાસિર અસલમ વાનીને પણ પદ પરથી દૂર કરવા માટે ભારે દબાણ વધાર્યું છે.
આ બળવાખોર તેવર શુક્રવારે સાંજે પાર્ટીના ધારાસભ્ય કૈસર જમશેદ લોનના નિવાસસ્થાને મળેલી એક ગુપ્ત બેઠક દરમિયાન સામે આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બેઠકમાં 18 ધારાસભ્યો પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે 7 ધારાસભ્યો ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા, જેથી બળવાખોર નેતાઓનો કુલ આંકડો 25 પર પહોંચ્યો છે.
આ બેઠક દરમિયાન ધારાસભ્યોએ સર્વાનુમતે એક પ્રસ્તાવ પસાર કર્યો છે, જેમાં પક્ષના વ્યાપક હિતનો સંદર્ભઆપીને આખું મંત્રીમંડળ બદલવાની અને વિભાગોની ફાળવણી પહેલાં પક્ષની અંદર લોકશાહી ધોરણે વ્યાપક વિચાર-વિમર્શ કરવાની માંગ કરાઈ છે. બેઠકમાં હાજર રહેલા ધારાસભ્યોએ આ પગલાંને પક્ષની અંદર આંતરિક લોકશાહી પુનઃસ્થાપિત કરવા માટેનું મહત્ત્વનું પગલું ગણાવ્યું છે. 90 સભ્યો ધરાવતી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં નેશનલ કોન્ફરન્સ પાસે 41 ધારાસભ્યો છે અને હાલ આ સરકાર કોંગ્રેસના ૬, અપક્ષના 6 અને માકપાના 1 ધારાસભ્યના સમર્થનથી ચાલી રહી છે. આવી સ્થિતિમાં પોતાની જ પાર્ટીના 25 ધારાસભ્યોની આ નારાજગી અને લામબંધીથી ઓમર અબ્દુલ્લા સરકારની સ્થિતિ પર સીધા સવાલો ઊભા થયા છે અને સરકાર સામે રાજકીય જોખમ તોળાઈ રહ્યું છે.
Related Articles
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ...
Nov 02, 2026
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હ...
Nov 02, 2026
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડ...
Nov 02, 2026
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લોકોના મોત
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લ...
Nov 01, 2026
ઉજ્જૈનમાં ઝેરી ગેસની ગૂંગળામણના કારણે સફાઈ 4 કર્મચારી મોતને ભેટ્યાં
ઉજ્જૈનમાં ઝેરી ગેસની ગૂંગળામણના કારણે સફ...
Nov 01, 2026
પંજાબમાં ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ AAPના બે ધારાસભ્યોએ રાજીનામા ધર્યા
પંજાબમાં ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ A...
Nov 01, 2026
Trending NEWS
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
31 October, 2026
31 October, 2026
31 October, 2026