મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લોકોના મોત
November 01, 2026
હજારો લોકો રસ્તા પર ઊતરી પડ્યા, ભાજપ સરકારને અલ્ટીમેટમ
નુંગબા : અશાંત મણિપુરમાં હિંસા અને તણાવ ઓછવાનું નામ નથી લઈ રહ્યો. મણિપુરના નોની જિલ્લામાં સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલી ભીષણ ગોળીબારની ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. બીજી તરફ, આ સતત હિંસા અને રાજ્ય સરકારની નિષ્ક્રિયતા સામે રોષે ભરાયેલા નાગરિકોએ રાજધાની ઇમ્ફાલમાં શનિવારે એક વિશાળ રેલી યોજીને સરકારને 'ફાઇનલ વોર્નિંગ' આપી છે.
મળતી માહિતી મુજબ, નોની જિલ્લાના નુંગબા પોલીસ સ્ટેશન અંતર્ગત કેકરુ નાગા ગામમાં અજ્ઞાત સશસ્ત્ર બદમાશો અને જૂથો વચ્ચે અચાનક ભારે ગોળીબાર શરૂ થયો હતો. આ હિંસક અથડામણમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, મૃત્યુ પામનારા તમામ લોકો પાસેથી હથિયારો અને ગોળાબારૂદ પણ મળી આવ્યા છે. આ ઘટના અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. કુકી આદિવાસી સંગઠન 'કુકી ઇનપી મણિપુર'એ આરોપ લગાવ્યો છે કે આ હત્યાઓ પાછળ એનએસસીએન-આઈએમ (NSCN-IM) અને ઝેલીયાંગ્રોંગ યુનાઇટેડ ફ્રન્ટના સશસ્ત્ર કેડરોનો હાથ છે. સંગઠને તંત્ર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે પૂરતી સુરક્ષાના અભાવે ગ્રામીણોએ પોતાના રક્ષણ માટે આગળ આવવું પડે છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતાં અને હિંસા ન અટકતાં શનિવારે ઇમ્ફાલની સડકો પર હજારો લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. 'કોઓર્ડિનેટિંગ કમિટી ઓન મણિપુર ઇન્ટિગ્રિટી' (COCOMI) અને અનેક નાગરિક સમાજ સંગઠનોના નેતૃત્વ હેઠળ આ મહારેલી યોજાઈ હતી. આ પ્રદર્શનમાં ખીણ અને પહાડી વિસ્તારોના લોકો તેમજ નાગા સંગઠનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રદર્શનકારીઓનું સ્પષ્ટ કહેવું છે કે વર્તમાન ભાજપ સરકાર રાજ્યમાં શાંતિ સ્થાપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે, તેથી કાં તો સરકારે કડક પગલાં લઈને સંપૂર્ણ શાંતિ બહાલ કરવી જોઈએ અથવા તો સત્તા પરથી રાજીનામું આપી દેવું જોઈએ.
Related Articles
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ...
Nov 02, 2026
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હ...
Nov 02, 2026
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડ...
Nov 02, 2026
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અલ્ટીમેટમ, સરકાર સામે સંકટના વાદળો
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અ...
Nov 01, 2026
ઉજ્જૈનમાં ઝેરી ગેસની ગૂંગળામણના કારણે સફાઈ 4 કર્મચારી મોતને ભેટ્યાં
ઉજ્જૈનમાં ઝેરી ગેસની ગૂંગળામણના કારણે સફ...
Nov 01, 2026
પંજાબમાં ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ AAPના બે ધારાસભ્યોએ રાજીનામા ધર્યા
પંજાબમાં ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ A...
Nov 01, 2026
Trending NEWS
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
31 October, 2026
31 October, 2026
31 October, 2026