સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ના મોત, PM મોદી-અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી, મૃત્યુઆંક વધવાની આશંકા
July 22, 2026
સિક્કિમના નામચી જિલ્લાના સમરદુંગ (ઝોલુંગે) ખાતે આવેલા NHPCના તીસ્તા સ્ટેજ-6 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં નિર્માણાધીન ટનલ અચાનક ધસી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટનલમાં ફસાયેલા કામદારોમાંથી અત્યાર સુધીમાં 20 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે હજુ પણ કેટલાક કામદારો અંદર ફસાયેલા હોવાની આશંકા હોવાથી મૃત્યુઆંક વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિક્કિમના મુખ્યમંત્રી સાથે ટેલિફોન પર વાતચીત કરીને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. ટનલનું સિવિલ બાંધકામ કરતી પટેલ એન્જિનિયરિંગ લિમિટેડ (PEL)એ જણાવ્યું છે કે કંપનીની ટીમ આપત્તિ રાહત દળો અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે મળીને બચાવ કામગીરીમાં જોડાઈ છે.
ફસાયેલા કામદારો સુધી પહોંચવા માટે તમામ જરૂરી મશીનરી અને સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કંપનીની એન્જિનિયરિંગ ટીમ બચાવ દળોને ટનલના સંવેદનશીલ વિસ્તારો સુધી પહોંચવામાં મદદ કરી રહી છે. સાથે જ કંપનીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને તેમને જરૂરી સહાય આપવાની ખાતરી આપી છે.
મૃતકોની ઓળખની પ્રક્રિયા ઝડપી બનાવવા રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ નામચી જિલ્લા વહીવટીતંત્રને રંગપો ખાતે વિશેષ વ્યવસ્થા ઊભી કરવાનો આદેશ આપ્યો છે, જેથી અન્ય રાજ્યોમાંથી આવેલા કામદારોના પરિવારજનોને તાત્કાલિક સહાય મળી શકે. બીજી તરફ રાજ્યના મુખ્ય સચિવ રવિન્દ્ર તેલંગે પોલીસ મહાનિર્દેશક અક્ષય સચદેવા સહિત પશ્ચિમ બંગાળ વહીવટીતંત્ર, બચાવ એજન્સીઓ, NHPC અને પટેલ એન્જિનિયરિંગ લિમિટેડના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રેસ્ક્યુ ઓપરેશનની સમીક્ષા કરી હતી.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026