3 દીકરીઓ ભેગી માતાએ ઝેર ગટગટાવતા ચારેયના મોત, મધ્યપ્રદેશની હચમચાવતી ઘટના
June 01, 2026
મધ્યપ્રદેશમાંથી એક હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં 3 દીકરીઓ સાથે 32 વર્ષીય માતાએ જંતુનાશક દવા ગટગટાવી જતા ચારેયના મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ એક પોલીસ અધિકારીએ એક સમાચાર એજન્સીને આપી છે. અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના શહડોલ જિલ્લા મુખ્યાલયથી લગભગ 125 કિલોમીટર દૂર બ્યોહારી વિસ્તારમાં પપોંધ પોલીસ સ્ટેશન હેઠળના હિરવાર ગામમાં બની છે.
પપોંધનાસ્ટેશન હાઉસ ઓફિસર (SHO) બ્રૃજેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે, અનિતા સિંહ (32)એ શનિવારે રાત્રે પોતે જંતુનાશક દવા પીધા પહેલા પોતાની ત્રણેય દીકરીઓને પણ જંતુનાશક દવા પીવડાવી દીધી હતી. આ ઝેર પીધા બાદ તરત જ રિતિકા (4) અને કૃષ્ણાકુમારી (2)નું મોત થઈ ગયું. જ્યારે ત્રીજી દીકરીનું સારવાર દરમિયાન મોત થયું.
SHOએ જણાવ્યું કે, ડૉક્ટર્સે મહિલા અને તેની બે નાની દીકરીઓને હોસ્પિટલ પહોંચતાની સાથે જ મૃત જાહેર કરી દીધી હતી, જ્યારે અર્પિતાનું રવિવારે મૃત્યુ થયું હતું. સૌથી મોટી દીકરીએ પાડોશીઓને જણાવ્યું હતું કે તેની માતાએ બાળકોને જંતુનાશક દવા આપી હતી. આ સાથે જ બાળકીએ પાડોશીઓને એ પણ જણાવ્યું હતું કે અમને ઝેર આપ્યા બાદ માતાએ ઘરમાં રહેલા દસ્તાવેજો, કપડાં, તસવીરો અને અનાજમાં આગ ચાંપી દીધી હતી.
મિશ્રાએ કહ્યું કે, છોકરી એ ન જણાવી શકી કે, તેમની માતાએ આવું પગલું કેમ ભર્યું. પોલીસે ઘટનાસ્થળેથી એલ્યુમિનિયમ ફોસ્ફાઇડનું પેકેટ જપ્ત કર્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, અનિતા પોતાના બાળકો સાથે પોતાના સાસરિયાઓથી અલગ રહેતી હતી. તેનો પતિ જે ડ્રાઈવર છે જે હૈદરાબાદ ગયો હતો અને ઘટના સમયે ઘરે નહોતો.
પોલીસે જણાવ્યું હતું કે, અમે મહિલાના સંબંધીઓના નિવેદનો નોંધી રહ્યા છે અને આ મામલે એક કેસ નોંધી લેવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે. મહિલાના પતિને પણ જાણ કરી દેવામાં આવી છે.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026