દિલ્હીમાં નકલી પોલીસ બની 25થી 30 વર્ષના 3 શખ્સોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એન્કાઉન્ટરમાં 1 આરોપી ઝડપાયો
September 22, 2026
દિલ્હીના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં કાલકાજી મંદિર નજીક આસ્થા કુંજ પાર્કમાં 17 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. સોમવારે સાંજે 7:00 વાગ્યે સગીરા તેના મિત્ર સાથે કાલકાજી મંદિરે દર્શન કરવા ગઈ હતી. ત્યારબાદ બંને 7:30 વાગ્યે પાર્કમાં બેઠા હતા ત્યારે 25થી 30 વર્ષની વયના 3 શખ્સોએ પોતાને પોલીસકર્મી ગણાવી ધમકાવ્યા હતા.
આરોપીઓ પૈકી એકે સગીર છોકરાને પકડી રાખ્યો હતો, જ્યારે ત્રણેયે સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. રાત્રે પોણા 9 વાગ્યે પીસીઆર કોલ મળતાં પોલીસ પાર્કમાં પહોંચી હતી અને પીડિતાને તબીબી તપાસ માટે હોસ્પિટલ ખસેડી હતી.
દિલ્હી પોલીસે પોક્સો કાયદા અને બળાત્કારની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ અને તકનીકી દેખરેખના આધારે પોલીસે અમર કોલોની વિસ્તારમાં આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
આ દરમિયાન પોલીસે કરેલા એન્કાઉન્ટર બાદ ગેંગરેપના મુખ્ય આરોપીઓમાં સામેલ આસિફને ઝડપી લીધો હતો. આસિફ ઓખલા મંડીમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે. દિલ્હી પોલીસ બાકીના 2 ફરાર આરોપીઓને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે.
Related Articles
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
ગાઝિયાબાદમાં સાયબર ઠગાઈમાં ફસાવાના ડરે મિત્રની ટ્રેનમાંથી ધક્કો મારી હત્યા, પોલીસની પૂછપરછમાં ખુલાસો
ગાઝિયાબાદમાં સાયબર ઠગાઈમાં ફસાવાના ડરે મ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026