3 રાજ્યો અને 11 રાજ્યસભાની બેઠક, બિહારમાં NDA ફસાયું તો હરિયાણા-ઓડિશામાં કોંગ્રેસ ટેન્શનમાં
March 16, 2026
દેશના ત્રણ રાજ્યો બિહાર, હરિયાણા અને ઓડિશાની ખાલી પડેલી 11 રાજ્યસભા બેઠકો માટે સોમવારે (16મી માર્ચ) મતદાન થઈ રહ્યું છે. ફાળવવામાં આવેલી બેઠકો કરતાં ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી ટક્કર અત્યંત રસપ્રદ બની છે. ખાસ કરીને બિહારમાં પાંચમી બેઠક માટે જંગ જામ્યો છે, જ્યાં ઓવૈસીની પાર્ટીના બદલાયેલા વલણે NDAની ચિંતા વધારી દીધી છે. બીજી તરફ, હરિયાણા અને ઓડિશામાં કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તૂટવાનો ભય સતાવી રહ્યો છે.
બિહારની 5 બેઠકો માટે 6 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ અને JDUના બબ્બે ઉમેદવારોની જીત નિશ્ચિત મનાય છે, પરંતુ ખરી લડાઈ પાંચમી બેઠક માટે છે. નીતિશ કુમાર, રામનાથ ઠાકુર (JDU), નીતિન નવીન અને શિવેશ કુમાર (BJP). પાંચમા ઉમેદવાર તરીકે NDA સમર્થિત ઉપેન્દ્ર કુશવાહા મેદાનમાં છે. જ્યારે RJD તરફથી અમરેન્દ્ર ધારી સિંહ મેદાનમાં છે. એક બેઠક જીતવા 41 મતોની જરૂર છે. NDA પાસે 202 ધારાસભ્યો છે, પરંતુ કુશવાહાને જીતવા માટે વધારાના 3 મતોની જરૂર છે. જ્યારે અસદુદ્દીન ઓવૈસીની AIMIM ના 5 ધારાસભ્યો અને બસપાના 1 ધારાસભ્યએ RJDને ટેકો જાહેર કરતા વિપક્ષનો આંકડો 41ની નજીક પહોંચી ગયો છે, જે કુશવાહા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
ઓડિશાની 4 બેઠકો માટે 5 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે. અહીં એક બેઠક જીતવા 30 પ્રથમ પસંદગીના મતોની જરૂર છે. ભાજપે મનમોહન સમાલ, સુજીત કુમાર અને અપક્ષ દિલીપ રેને સમર્થન આપ્યું છે. BJDએ સંત્રુત મિશ્રાને ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસ ડૉ. દત્તેશ્વર મિશ્રાને ટેકો આપી રહી છે. ભાજપ પાસે 82 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જે 3 બેઠકો માટે જરૂરી આંકડાથી 8 ઓછું છે. BJD અને કોંગ્રેસ મળીને ચોથી બેઠક જીતી શકે તેમ છે, પરંતુ BJDમાં બળવાખોર સૂર અને કોંગ્રેસમાં ક્રોસ-વોટિંગના ભયે ગણિત ગૂંચવ્યું છે.
હરિયાણાની 2 બેઠકો માટે 3 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપના સંજય ભાટિયાની જીત નક્કી છે, પરંતુ બીજી બેઠક પર પેચ ફસાયો છે. કોંગ્રેસના કરમવીર બૌદ્ધ અને ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર સતીષ નંદલ વચ્ચે સીધી ટક્કર છે. કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને તૂટતા બચાવવા શિમલા મોકલી દીધા છે. ભૂતકાળમાં હરિયાણામાં રાજ્યસભા ચૂંટણી દરમિયાન થયેલા ક્રોસ-વોટિંગના કડવા અનુભવોને જોતા કોંગ્રેસ હાઈકમાન્ડ આ વખતે કોઈ જોખમ લેવા માંગતું નથી.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026