ફક્ત 10 મિનિટનું કામ છે, બાકી રહેલા 2 ટાર્ગેટ પણ ઉડાવી દઈશું! ટ્રમ્પની ઈરાનને ધમકી
November 01, 2026
મોજતબા ખામેનેઈનો કડક સંદેશ: ભૌગોલિક સીમા વગરનો વળતો પ્રહાર
વોશિંગ્ટન - વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ તરફથી અમેરિકા અને ઈઝરાયલ સામે આક્રમક વલણ અપનાવવાનો કડક આદેશ છૂટ્યો, તેના ગણતરીના કલાકોમાં જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જવાબ આપી દીધો છે.
ફ્લોરિડા સ્થિત પોતાના નિવાસસ્થાને પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાએ ઈરાનની સૈન્ય ક્ષમતા અને તેના પરમાણુ પ્રોગ્રામને પહેલેથી જ અત્યંત નબળો પાડી દીધો છે. પરંતુ કામ હજી પૂરું થયું નથી. ટ્રમ્પના મતે, ઈરાનમાં હજુ પણ 1થી 2 એવા ચોક્કસ સ્થળો છે જેને અમેરિકાએ 'સાફ' કરવાના બાકી છે. ટ્રમ્પે કહ્યું કે, અમે તેમની પરમાણુ વ્યવસ્થાને ધ્વસ્ત કરી દીધી છે. મારે કહેવું પડે કે અમારે હજુ પણ 1 કે 2 સાઇટ્સ પર કાર્યવાહી કરવાની બાકી છે, પરંતુ અમે તે કામ માત્ર 10 મિનિટમાં પૂરું કરી શકીએ છીએ. ટ્રમ્પે પોતાના નિવેદનમાં ખાસ કરીને 'પિકએક્સ માઉન્ટેન'નો ઉલ્લેખ કર્યો હતો. આ સ્થળ ઈરાનના જાણીતા નતાન્ઝ પરમાણુ મથક નજીક આવેલું એક શંકાસ્પદ ભૂગર્ભ ન્યુક્લિયર કોમ્પ્લેક્સ છે. જમીનથી સેંકડો ફૂટ ઊંડે પહાડોની નીચે બનેલું આ ફેસિલિટી સેન્ટર ઈરાનના સૌથી સુરક્ષિત અને સંવેદનશીલ મથકોમાંનું એક મનાય છે. ટ્રમ્પનું સીધું નામ લઈને કહેવું કે અમેરિકાએ "તેની કાળજી લેવી પડશે" એ સાબિત કરે છે કે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ ઈરાનના સૌથી ઊંડા ભૂગર્ભ બંકરો સુધી પહોંચવાની રણનીતિ ઘડી ચૂકી છે.
ટ્રમ્પના નિવેદન પહેલાં, ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ એક લેખિત સંદેશ દ્વારા અમેરિકા અને ઈઝરાયલને આકરી ચેતવણી આપી હતી. ખામેનેઈએ જણાવ્યું હતું કે જો દુશ્મનોએ લશ્કરી કે આતંકવાદી હુમલા ફરી શરૂ કર્યા, તો નવો સંઘર્ષ ક્યારે અને કઈ શરતો પર સમાપ્ત થશે તે માત્ર ઈરાન જ નક્કી કરશે. દુશ્મનના કોઈપણ ખતરા સામે તાત્કાલિક, અસરકારક અને 'ભૌગોલિક સીમાઓથી મુક્ત' વળતો જવાબ આપવો. ટાર્ગેટ લિસ્ટને તાત્કાલિક અપડેટ કરવું, જેથી અમેરિકા અને ઈઝરાયલની તમામ મૂર્ત અને અમૂર્ત સંપત્તિઓ ઈરાનના હુમલાની પહોંચમાં આવી જાય.
Related Articles
હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં ગોળીબાર, ડલાસમાં 4 સહિત 5 લોકોનાં મોત, 29 ઘાયલ
હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં...
Nov 02, 2026
ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં બહામાસ જતું લિયરજેટ 60 પ્લેન તૂટી પડતાં આગ લાગી, તમામ 9 મુસાફરો ભડથું
ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં બહામાસ જતુ...
Nov 02, 2026
બાંગ્લાદેશમાં વેતન વધારાની માંગ સાથે ગારમેન્ટ શ્રમિકોનો વિદ્રોહ! તોડફોડ અને આગચંપી
બાંગ્લાદેશમાં વેતન વધારાની માંગ સાથે ગા...
Nov 01, 2026
જાપાનમાં 6ની તીવ્રતાનો આંચકો; ઈરાનના પરમાણુ રિએક્ટર ધરાવતા બુશેહરમાં ધરતીકંપ
જાપાનમાં 6ની તીવ્રતાનો આંચકો; ઈરાનના પરમ...
Nov 01, 2026
ઈટાલીના 40 શહેરોમાં ભડકી આંદોલનની આગ! સંસદ ઘેરવા દોડી ભીડ, મેલોની સરકારની ચિંતા વધી
ઈટાલીના 40 શહેરોમાં ભડકી આંદોલનની આગ! સં...
Oct 31, 2026
'ગૌમુત્ર પીવે છે ભારતીયો..', ઈઝરાયલી ધર્મગુરુએ હિન્દુઓની મજાક ઉડાવતા ભારે વિવાદ
'ગૌમુત્ર પીવે છે ભારતીયો..', ઈઝરાયલી ધર્...
Oct 31, 2026
Trending NEWS
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
31 October, 2026
31 October, 2026
31 October, 2026