Breaking News :
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત! CBI અને ED તપાસનો હાઈકોર્ટનો આદેશ રદ કરાયો Miss Universe 2026: 116 સુંદરીઓને પછાડી પ્યુઅર્ટો રિકોની જેનિફર બની વિશ્વ સુંદરી, ભારતનું સપનું તૂટ્યું! કાર્તિક પૂર્ણિમાએ પ્રયાગરાજથી અયોધ્યા સુધી આસ્થાનું ઘોડાપૂર : ગંગા-સરયુમાં 30 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી વિદેશમાં એમબીબીએસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને રાહત: પ્રેક્ટિસ લાયસન્સની શરતમાં એનએમસીનો મહત્વનો સુધારો અમેરિકાની શક્તિશાળી ગુપ્તચર એજન્સી સીઆઈએ પર સાયબર હુમલો: ઓડીએનઆઈ નેટવર્કને પણ સીધી અસર અયોધ્યા બાદ બદ્રીનાથ ધામમાં દાનચોરીનો ઘટસ્ફોટ: એસઆઈટીએ 5 મહિનાની તપાસ બાદ 300 પેજનો અહેવાલ સોંપ્યો

વિદેશમાં એમબીબીએસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને રાહત: પ્રેક્ટિસ લાયસન્સની શરતમાં એનએમસીનો મહત્વનો સુધારો

November 25, 2026

વિદેશમાં એમબીબીએસનો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે નેશનલ મેડિકલ કમિશન દ્વારા એક મહત્વનો ડ્રાફ્ટ સુધારો જાહેર કરવામાં આવ્યો છે. આ સુધારા મુજબ, વિદેશથી મેડિકલ ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને ભારતમાં પ્રેક્ટિસનું લાયસન્સ મેળવવા માટે જે તે દેશના નાગરિકોની જેમ પ્રેક્ટિસ લાયસન્સની મંજૂરી લેવી ફરજિયાત નહીં રહે. તેના બદલે, માત્ર જે તે દેશના સક્ષમ મેડિકલ સત્તામંડળ અથવા મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હોવું પૂરતું રહેશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ એમબીબીએસના અભ્યાસ માટે રશિયા, ચીન, જ્યોર્જિયા, ફિલિપાઈન્સ અને જર્મની જેવા દેશોમાં જાય છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભારતમાં મેડિકલ પ્રેક્ટિસ શરૂ કરવા માટે તેમણે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામ અને ઈન્ટર્નશિપ સહિતના વિવિધ નિયમોનું પાલન કરવું પડે છે.

અગાઉ 2021ના ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ રેગ્યુલેશન્સની કલમ 4બીમાં એવી જોગવાઈ હતી કે વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ત્યાંના નાગરિકોની જેમ પ્રેક્ટિસ લાયસન્સ મેળવવા લાયક હોવા જોઈએ. જોકે, રશિયા સહિતના કેટલાક દેશોમાં ભાષાની પરીક્ષા અને અન્ય જટિલ પ્રક્રિયાઓને કારણે ભારતીય વિદ્યાર્થીઓને આ શરત પૂરી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

આ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને નેશનલ મેડિકલ કમિશને નવા ડ્રાફ્ટ સુધારામાં આ શરત હળવી કરી છે. આ ડ્રાફ્ટ અંગે સૂચનો અને મંતવ્યો રજૂ કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ સુધારો અંતિમ સ્વરૂપ પામ્યા બાદ 18 નવેમ્બર 2021 અથવા ત્યારબાદ વિદેશમાં પ્રવેશ મેળવનારા તમામ વિદ્યાર્થીઓને લાગુ પડશે.