અમેરિકાની શક્તિશાળી ગુપ્તચર એજન્સી સીઆઈએ પર સાયબર હુમલો: ઓડીએનઆઈ નેટવર્કને પણ સીધી અસર
November 25, 2026
વિશ્વની સૌથી સુરક્ષિત અને હાઈ-ટેક ગણાતી અમેરિકી ગુપ્તચર એજન્સી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના નેટવર્કમાં હેકર્સે મોટું ગાબડું પાડ્યું છે. આ રહસ્યમય સાયબર હુમલામાં હેકર્સે એવા ગુપ્તચર નેટવર્કમાં પ્રવેશ મેળવ્યો છે, જ્યાં સોશિયલ મીડિયા, સેટેલાઇટ તસવીરો અને જાહેર માધ્યમોમાંથી એકત્ર કરાયેલી સંવેદનશીલ માહિતીનું વિશ્લેષણ થતું હતું. અમેરિકી મીડિયા અહેવાલ મુજબ, આ હુમલાની સીધી અસર ઓફિસ ઓફ ધ ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ પર પણ પડતાં સમગ્ર ઇન્ટેલિજન્સ નેટવર્કની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હેક થયેલી સિસ્ટમનો ઉપયોગ ઓપન-સોર્સ ઇન્ટેલિજન્સ હેઠળ જાહેર સ્ત્રોતોની માહિતી એકઠી કરી તેના ઊંડાણપૂર્વક વિશ્લેષણ અને વિશ્વભરમાં ઉભરતા જોખમોની ઓળખ માટે થતો હતો. આ ડેટા ગુપ્ત શ્રેણીમાં ન હોવા છતાં નિષ્ણાતોનું માનવું છે કે એજન્સીઓ કયા વિષયો પર નજર રાખી રહી છે, તેની જાણકારી દુશ્મનો માટે અત્યંત મહત્વની સાબિત થઈ શકે છે.
વધુમાં, આ હુમલા પાછળ કયા દેશ કે હેકર જૂથનો હાથ છે અને સુરક્ષા કવચ કેવી રીતે તોડાયું તે હજુ સ્પષ્ટ થયું નથી. અગાઉ પણ અમેરિકાની એફબીઆઈ, એનસીઆઈસી, પેન્ટાગોન સહિતના વિભાગો સાયબર હુમલા અને ટેકનિકલ ખામીઓનો શિકાર બન્યા છે, જ્યારે માઇક્રોસોફ્ટનું ઠપ થવું પણ સાયબર હુમલાનો અણસાર હતો.
બીજી તરફ, સતત વધી રહેલા સાયબર હુમલાઓએ દર્શાવ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક ટેકનોલોજીના યુગમાં હેકર્સ સૌથી સુરક્ષિત ડિજિટલ દિવાલો પણ ભેદી રહ્યા છે. જો અમેરિકા જેવા દેશમાં આવી સ્થિતિ સર્જાઈ હોય, તો અન્ય દેશોની સાયબર સુરક્ષા માટે તે ચિંતાજનક સાબિત થઈ શકે છે.
Related Articles
બાંગ્લાદેશમાં બે દિવસ માટે લૉકડાઉન જાહેર, શેખ હસીનાની વાપસી પહેલા 8 શરતો મૂકાઈ
બાંગ્લાદેશમાં બે દિવસ માટે લૉકડાઉન જાહેર...
Nov 25, 2026
સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ રૂપિયા 80 કરોડમાં વેચાયું
સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ રૂપિયા 80 કરોડમ...
Nov 24, 2026
2 વર્ષ બાદ વતન વાપસીનું એલાન! 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના
2 વર્ષ બાદ વતન વાપસીનું એલાન! 16 ડિસેમ્બ...
Nov 24, 2026
રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા
રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર...
Nov 24, 2026
3 અફેર બાદ Nvidia CEO જેન્સન હુઆંગના નવા સંબંધોનો ખુલાસો!
3 અફેર બાદ Nvidia CEO જેન્સન હુઆંગના નવા...
Nov 24, 2026
2 વર્ષ બાદ વતન વાપસીનું એલાન! 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના
2 વર્ષ બાદ વતન વાપસીનું એલાન! 16 ડિસેમ્બ...
Nov 24, 2026
Trending NEWS
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026