ઘરકંકાસનો કરુણ અંજામ: અમરેલીમાં પત્નીની હત્યા કરી પતિ પુત્ર સાથે ધોલેરા પહોંચ્યો, અલગ-અલગ રૂમમાં ઝેર પી જીવન ટૂંકાવ્યું!
November 24, 2026
અમરેલી : અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિ પોતાના પુત્રને લઈને ધોલેરા તાલુકાના કાદીપુર ગામે પહોંચ્યો હતો. અહીં પિતા-પુત્રએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં બંનેનાં મોત થયાં હતાં. બીજી તરફ, બાબરાની ખોજા શેરી વિસ્તારમાંથી પત્ની શારદાબેનની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. ઘરકંકાસની આશંકા વચ્ચે એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોતની આ ઘટનાથી બાબરા અને ધોલેરા પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, બાબરાની ખોજા શેરીમાં રહેતાં 42 વર્ષીય શારદાબેન વિનોદભાઈ ગોહેલની લાશ તેમના રહેણાંક મકાનમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન બાબરા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DYSP સહિતની પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે શારદાબેનના પતિ વિનોદભાઈ ગોહેલે ઘરકંકાસના કારણે ધોકા અને પથ્થર વડે હુમલો કરીને તેમની હત્યા કરી હતી.
પત્નીની હત્યા કર્યા બાદ વિનોદભાઈ મકાન બંધ કરીને પુત્ર રોહનને સાથે લઈ ધોલેરા તાલુકાના કાદીપુર ગામે પોતાના મૂળ ઘરે પહોંચ્યા હતા. અહીં ગત રાત્રે પિતા-પુત્રએ અલગ-અલગ રૂમમાં જઈને ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવાની અસરથી બંનેનાં મોત નીપજ્યાં હતાં. મળતી માહિતી મુજબ, વિનોદભાઈ ગોહેલ અગાઉ કાદીપુર ગામે રહેતા હતા અને થોડા સમય પહેલાં જ બાબરાની ખોજા સોસાયટીમાં રહેવા ગયા હતા. તેઓ હીરાના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. છેલ્લા કેટલાક સમયથી પરિવારમાં બોલાચાલી અને ઘરકંકાસ ચાલતો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે, આ ઘટનાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
DYSPના જણાવ્યા મુજબ, મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પતિએ જ પત્નીની હત્યા કર્યા બાદ પુત્ર સાથે ધોલેરા વિસ્તારમાં આપઘાત કર્યો હોવાનું જણાયું છે. બાબરા પોલીસ દ્વારા મહિલાની હત્યાના મામલે ગુનો નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, બાબરામાં પત્નીની હત્યા અને ત્યારબાદ ધોલેરાના કાદીપુર ગામે પિતા-પુત્રનાં મોતની ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયાં છે. આ કરુણ ઘટનાથી બંને વિસ્તારોમાં શોકનો માહોલ છવાયો છે.
Related Articles
બારડોલી પાસે મહારાષ્ટ્રના પરિવારનું અપહરણ કરીને નહેરમાં ફેંકી દીધા : 3નાં મોત, 2 બાળકો લાપતા
બારડોલી પાસે મહારાષ્ટ્રના પરિવારનું અપહર...
Nov 25, 2026
ગુજરાતનાં જૈન શ્રદ્ધાળુઓની બસનો ઝારખંડમાં ભીષણ અકસ્માત
ગુજરાતનાં જૈન શ્રદ્ધાળુઓની બસનો ઝારખંડમા...
Nov 23, 2026
ગિરનાર લીલી પરિક્રમા: જંગલની કેડીઓ શ્રદ્ધાળુઓથી ધમધમી
ગિરનાર લીલી પરિક્રમા: જંગલની કેડીઓ શ્રદ્...
Nov 22, 2026
સુરત-નવસારી વચ્ચે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, C-4 કોચનો કાચ તૂટતા મુસાફરોમાં ફફડાટ
સુરત-નવસારી વચ્ચે વંદે ભારત ટ્રેન પર પથ્...
Nov 18, 2026
બિલ્કિસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટે દિવ્યાંગ સહિત 2 દોષિતોની આજીવન કેદની સજા સ્થગિત કરી જામીન આપ્યા
બિલ્કિસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટે દિવ્યાં...
Nov 17, 2026
ફેક ઈ-ચલણની લિંક મોકલી વડોદરાની મહિલા એન્જિનિયર સાથે ઠગાઈ
ફેક ઈ-ચલણની લિંક મોકલી વડોદરાની મહિલા એન...
Nov 08, 2026
Trending NEWS
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026