Breaking News :
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત! CBI અને ED તપાસનો હાઈકોર્ટનો આદેશ રદ કરાયો Miss Universe 2026: 116 સુંદરીઓને પછાડી પ્યુઅર્ટો રિકોની જેનિફર બની વિશ્વ સુંદરી, ભારતનું સપનું તૂટ્યું! કાર્તિક પૂર્ણિમાએ પ્રયાગરાજથી અયોધ્યા સુધી આસ્થાનું ઘોડાપૂર : ગંગા-સરયુમાં 30 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી વિદેશમાં એમબીબીએસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને રાહત: પ્રેક્ટિસ લાયસન્સની શરતમાં એનએમસીનો મહત્વનો સુધારો અમેરિકાની શક્તિશાળી ગુપ્તચર એજન્સી સીઆઈએ પર સાયબર હુમલો: ઓડીએનઆઈ નેટવર્કને પણ સીધી અસર અયોધ્યા બાદ બદ્રીનાથ ધામમાં દાનચોરીનો ઘટસ્ફોટ: એસઆઈટીએ 5 મહિનાની તપાસ બાદ 300 પેજનો અહેવાલ સોંપ્યો

અયોધ્યા બાદ બદ્રીનાથ ધામમાં દાનચોરીનો ઘટસ્ફોટ: એસઆઈટીએ 5 મહિનાની તપાસ બાદ 300 પેજનો અહેવાલ સોંપ્યો

November 25, 2026

નવી દિલ્હી: અયોધ્યાના રામ મંદિરમાં દાનચોરી બાદ હવે બદ્રીનાથ ધામમાં પણ ચઢાવાની ગેરરીતિ એસઆઈટીની તપાસમાં ઉજાગર થતાં દેશભરના ધર્મસ્થાનોની દાનપેટીની સુરક્ષા અને પારદર્શિતા પર ગંભીર સવાલો ઊઠ્યા છે. આશરે 5 મહિના સુધી ચાલેલી તપાસ બાદ એસઆઈટીએ સરકારને 300 પેજનો વિસ્તૃત અહેવાલ સોંપ્યો હતો, જેમાં ચઢાવાની ગણતરીથી લઈને સંચાલન, સુરક્ષા અને નાણાં બેંક ખાતામાં જમા કરાવવા સુધીની વ્યવસ્થામાં રહેલી ખામીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ વર્ષે જુલાઈમાં બદ્રીનાથ ધામમાં ચઢાવાની ગણતરી દરમિયાન ગેરરીતિ સામે આવ્યા બાદ સરકારે ગઢવાલ મંડલાયુક્ત આનંદ સ્વરૂપના નેતૃત્વમાં 3 સભ્યોની એસઆઈટીની રચના કરી હતી. તપાસ દરમિયાન એસઆઈટીએ બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ કરી હતી તેમજ વર્તમાન વ્યવસ્થા સુધારવા માટે ટેકનોલોજી અને દેખરેખ અંગે મહત્વપૂર્ણ સૂચનો પણ સરકારને મોકલ્યા હતા.

વધુમાં, બદ્રીનાથ ધામની વ્યવસ્થા મજબૂત બનાવવા એસઆઈટીએ દેશના 14 પ્રમુખ મંદિરોના સંચાલન અને સુરક્ષા મોડલનો અભ્યાસ કર્યો હતો. તેમાં વારાણસીનું કાશી વિશ્વનાથ, જમ્મુ-કાશ્મીરનું વૈષ્ણો દેવી અને અમરનાથ ગુફા મંદિર, અમૃતસરનું સુવર્ણ મંદિર, દિલ્હીનું અક્ષરધામ, ઉજ્જૈનનું મહાકાલેશ્વર, ઓડિશાનું જગન્નાથપુરી, તમિલનાડુનું રંગનાથસ્વામી અને આંધ્રપ્રદેશનું તિરુપતિ બાલાજી સહિતના મંદિરો સામેલ છે.

આ મંદિરોમાં ચઢાવાની ગણતરી, દાન સામગ્રીનું સંચાલન, શ્રદ્ધાળુઓની અવરજવર, સુરક્ષા અને નાણાં બેંક ખાતામાં જમા કરાવવાની પદ્ધતિનો અભ્યાસ કરાયો હતો. તેના આધારે તૈયાર કરાયેલા અહેવાલમાં બદ્રીનાથ ધામની અંદર ચઢાવાની ગણતરીથી લઈને સુરક્ષા અને દેખરેખની વ્યવસ્થા વધુ સઘન બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.