રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત! CBI અને ED તપાસનો હાઈકોર્ટનો આદેશ રદ કરાયો
November 25, 2026
અલ્લાહાબાદ : કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને કથિત અપ્રમાણસર મિલકતના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી સામે CBI અને ED તપાસના આદેશને રદ કરી દીધો છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે અલ્લાહાબાદ હાઈકોર્ટને આ મામલે નવેસરથી વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ કેસમાં રાહુલ ગાંધીને પક્ષકાર બનાવવામાં આવે, જેથી તેમનો પક્ષ પણ સાંભળી શકાય. અગાઉ, અલ્લાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે ભાજપના કાર્યકર્તા વિગ્નેશ શિશિરની અરજી પર સુનાવણી કરતા રાહુલ ગાંધી સામેના આરોપોની CBI અને ED દ્વારા તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધીએ પોતાની વિદેશ યાત્રાઓ પાછળ અત્યાર સુધીમાં અંદાજે 60 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જે તેમની જાહેર કરાયેલી આવક કરતાં ઘણા વધારે છે.
અલ્લાહાબાદ હાઈકોર્ટના આ આદેશને રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 17 ઑગસ્ટના રોજ થયેલી સુનાવણી દરમિયાન તેમના વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે હાઈકોર્ટે એકતરફી રીતે આ આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ફરિયાદીને આ મામલા સાથે કોઈ સીધો સંબંધ ન હોવા છતાં તેમની અરજી પર બંધ ચેમ્બરમાં સુનાવણી કરવામાં આવી હતી. સિબ્બલે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સીલબંધ કવરમાં આપવામાં આવેલી માહિતી મીડિયામાં લીક થઈ રહી છે, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે.
બીજી તરફ, ફરિયાદી વિગ્નેશ શિશિરે રાહુલ ગાંધીની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે પ્રાથમિક તપાસ દરમિયાન સૂચિત આરોપીને સાંભળવાની કોઈ કાયદાકીય જોગવાઈ નથી. CBI તરફથી હાજર રહેલા ASG એસ. વી. રાજુએ પણ જણાવ્યું હતું કે એજન્સી હાલ માત્ર પ્રાથમિક તપાસ કરી રહી છે અને FIR નોંધવાનો નિર્ણય તપાસ બાદ લેવામાં આવશે. આ દલીલ પર જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ સવાલ ઉઠાવ્યો હતો કે જો આરોપો આટલા ગંભીર હતા તો CBIએ જાતે નોંધ લઈને કાર્યવાહી કેમ ન કરી. અંતે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને તમામ પક્ષકારોની રજૂઆતો સાંભળીને નવેસરથી નિર્ણય લેવા જણાવ્યું છે.
Related Articles
કાર્તિક પૂર્ણિમાએ પ્રયાગરાજથી અયોધ્યા સુધી આસ્થાનું ઘોડાપૂર : ગંગા-સરયુમાં 30 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી
કાર્તિક પૂર્ણિમાએ પ્રયાગરાજથી અયોધ્યા સુ...
Nov 25, 2026
વિદેશમાં એમબીબીએસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને રાહત: પ્રેક્ટિસ લાયસન્સની શરતમાં એનએમસીનો મહત્વનો સુધારો
વિદેશમાં એમબીબીએસ કરતા ભારતીય વિદ્યાર્થી...
Nov 25, 2026
અયોધ્યા બાદ બદ્રીનાથ ધામમાં દાનચોરીનો ઘટસ્ફોટ: એસઆઈટીએ 5 મહિનાની તપાસ બાદ 300 પેજનો અહેવાલ સોંપ્યો
અયોધ્યા બાદ બદ્રીનાથ ધામમાં દાનચોરીનો ઘટ...
Nov 25, 2026
ડિજિટલ બેન્કિંગમાં છેતરપિંડી રોકવા ગ્રાહકો હવે સ્ટોપ સ્વિચથી પેમેન્ટ અટકાવી શકશે
ડિજિટલ બેન્કિંગમાં છેતરપિંડી રોકવા ગ્રાહ...
Nov 24, 2026
પંજાબના રાજકારણમાં મોટો વળાંક: 6 વર્ષ બાદ ફરી એક થયા BJP અને અકાલી દળ
પંજાબના રાજકારણમાં મોટો વળાંક: 6 વર્ષ બા...
Nov 24, 2026
લોકસભામાં NDA પાસે બે તૃતીયાંશ બહુમતી? સંસદના સત્ર પહેલાં BJPના સંકેતથી વિપક્ષમાં હડકંપ
લોકસભામાં NDA પાસે બે તૃતીયાંશ બહુમતી? સ...
Nov 24, 2026
Trending NEWS
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026