Breaking News :
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત! CBI અને ED તપાસનો હાઈકોર્ટનો આદેશ રદ કરાયો Miss Universe 2026: 116 સુંદરીઓને પછાડી પ્યુઅર્ટો રિકોની જેનિફર બની વિશ્વ સુંદરી, ભારતનું સપનું તૂટ્યું! કાર્તિક પૂર્ણિમાએ પ્રયાગરાજથી અયોધ્યા સુધી આસ્થાનું ઘોડાપૂર : ગંગા-સરયુમાં 30 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી વિદેશમાં એમબીબીએસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને રાહત: પ્રેક્ટિસ લાયસન્સની શરતમાં એનએમસીનો મહત્વનો સુધારો અમેરિકાની શક્તિશાળી ગુપ્તચર એજન્સી સીઆઈએ પર સાયબર હુમલો: ઓડીએનઆઈ નેટવર્કને પણ સીધી અસર અયોધ્યા બાદ બદ્રીનાથ ધામમાં દાનચોરીનો ઘટસ્ફોટ: એસઆઈટીએ 5 મહિનાની તપાસ બાદ 300 પેજનો અહેવાલ સોંપ્યો

કાર્તિક પૂર્ણિમાએ પ્રયાગરાજથી અયોધ્યા સુધી આસ્થાનું ઘોડાપૂર : ગંગા-સરયુમાં 30 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી

November 25, 2026

ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર દ્વારા તીર્થસ્થળોના વિકાસ અને ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાના પ્રયાસો વચ્ચે મંગળવારે કાર્તિક પૂર્ણિમાના પાવન અવસરે રાજ્યના મુખ્ય તીર્થસ્થળોએ આસ્થાનો ભવ્ય મહાસંગમ જોવા મળ્યો હતો. કાશીથી અયોધ્યા અને પ્રયાગરાજથી નૈમિષારણ્ય સુધી આશરે 30 લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું. વહેલી સવારથી જ ગંગા અને સરયુ નદીના ઘાટો પર 'હર હર ગંગે' અને 'જય શ્રી રામ'ના નાદ વચ્ચે ભક્તોએ સ્નાન, પૂજા અને દાન કરીને સનાતન સંસ્કૃતિ પ્રત્યેની ઊંડી શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

કાર્તિક પૂર્ણિમાએ પ્રયાગરાજમાં સૌથી વધુ શ્રદ્ધાળુઓએ પરોઢિયેથી જ ગંગામાં સ્નાન કરી સુખાકારી માટે પ્રાર્થના તથા દાન કર્યું હતું. બીજી તરફ, કાશીમાં આશરે 8 લાખ ભક્તોએ ગંગાસ્નાન કરીને ઘાટ પર સૂર્ય ભગવાનને અર્ઘ્ય સહિતની ધાર્મિક વિધિઓ સંપન્ન કરી હતી. દેવ દિવાળીની પરંપરા સાથે જોડાયેલા કાશીમાં આખો દિવસ ઉત્સવપૂર્ણ માહોલ છવાયેલો રહ્યો હતો.

વધુમાં, રામનગરી અયોધ્યામાં વહેલી સવારથી જ સરયુ ઘાટ પર ભક્તોની ભીડ ઊમટી હતી અને આશરે 5 લાખ શ્રદ્ધાળુઓએ સરયુ નદીમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. સ્નાન બાદ ભક્તોએ મંદિરોમાં દર્શન અને પ્રાર્થના કરતાં 'જય શ્રી રામ'ના નાદથી સમગ્ર અયોધ્યાનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

આ ઉપરાંત, હાપુડના ગઢમુક્તેશ્વરમાં આશરે 3 લાખ અને રાયબરેલીના દલમઉમાં આશરે 2 લાખ ભક્તોએ ગંગામાં સ્નાન કરી પૂજા તથા દાન કર્યું હતું. જ્યારે સીતાપુરના પ્રાચીન તીર્થસ્થળ નૈમિષારણ્યમાં પણ આશરે 2 લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન અને ધાર્મિક વિધિઓ કરી હતી. સવારથી જ રાજ્યના તમામ તીર્થસ્થળો પર ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો.