ખૈબર પખ્તૂનખ્વામાં 45 આતંકીઓનો કૂરદો, પાકિસ્તાની સેનાએ 19 સૈનિક ગુમાવ્યાં
September 14, 2025
ખૈબર પખ્તૂનખ્વા- પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં થયેલી અથડામણમાં 19 સૈનિકોના મોત થયા છે. બીજી તરફ પાકિસ્તાની સેનાએ દાવો છે કે 45 આતંકવાદીઓનો કૂરદો બોલાવી દીધો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે આતંકવાદીઓ સામે સંપૂર્ણ તાકાતથી જવાબ આપવાની વાત કહી છે.
પાકિસ્તાની સેનાના જણાવ્યા પ્રમાણે 10 થી 13 સપ્ટેમ્બર દરમિયાન ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ત્રણ અલગ અલગ હિસ્સોમાં થયેલી અથડામણમાં ઓછામાં ઓછા 45 આતંકવાદીઓ માર્યા ગયા છે.
એક અહેવાલ પ્રમાણે વડાપ્રધાન શહબાઝ શરીફે આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર સાથે બન્નુની મુલાકાત લીધી હતી અને એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં હાજરી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આતંકવાદ સામે પાકિસ્તાનનું અભિયાન સંપૂર્ણ તાકાતથી ચાલુ રહેશે અને કોઈ પણ પ્રકારની સમાધાન કે અસ્પષ્ટતાને સાંખી લેવામાં આવશે નહીં.
શહબાઝ શરીફે આરોપ લગાવ્યો કે, 'પાકિસ્તાનમાં હુમલાઓ માટે જવાબદાર આતંકવાદી નેતાઓ અને માસ્ટરમાઈન્ડ અફઘાનિસ્તાનની ધરતી પરથી પોતાની ગતિવિધિઓ ચલાવી રહ્યા છે.' આતંકવાદી ઘટનાઓમાં ઘૂસણખોર અફઘાન નાગરિકોની સંડોવણીનો દાવો કરીને, તેમણે હાલમાં પાકિસ્તાનમાં રહેતા ગેરકાયદેસર અફઘાનીઓને સ્વદેશ વાપસીની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. શહબાઝ શરીફે કહ્યું કે, પાકિસ્તાન આતંકવાદના મુદ્દા પર રાજકીયકરણ અને ભ્રામક નિવેદનોને નકારે છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન અને ફિલ્ડ માર્શલે ઘાયલ સૈનિકોને મળવા માટે બન્નુના સૈન્ય હોસ્પિટલ પણ ગયા હતા.
બીજી તરફ પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ISPRના જણાવ્યા પ્રમાણે બજૌર જિલ્લામાં ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન દરમિયાન 22 TTP વિદ્રોહીઓ માર્યા ગયા. સાઉથ વજીરિસ્તાન જિલ્લામાં 13 TTP આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે 12 સૈનિકોએ જીવ ગુમાવ્યા. લોઅર ડેર જિલ્લાના લાલ કિલા મેદાનમાં અન્ય એક ઓપરેશનમાં 10 આતંકવાદીઓ અને 7 સૈનિકો માર્યા ગયા. આ ઓપરેશનોમાં આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો.
Related Articles
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ નાની કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ બનશે જીવનસાથી
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ...
Oct 05, 2026
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026