બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં પાંચેય દોષિતોને 5 વર્ષ કેદની સજા, વેરાવળ કોર્ટનો ચુકાદો
March 17, 2026
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ઉના દલિત અત્યાચાર કાંડમાં વેરાવળ સેશન્સ કોર્ટે આજે (17મી માર્ચે) ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં કુલ 42 આરોપીઓ પૈકી 5 ને દોષિત ઠેરવવામાં આવ્યા છે, જ્યારે 37 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, લાંબી કાયદાકીય પ્રક્રિયા દરમિયાન 2 આરોપીઓના મોત નીપજ્યા હતા.
એટ્રોસિટી એક્ટ હેઠળ 5 વર્ષની સજા
વેરાવળ સેશન્સ કોર્ટના જજ પંડ્યાએ આજે (17મી માર્ચ) પાંચેય દોષિતોને સજા સંભળાવી હતી. જેમાં પાંચેય દોષિતને સજા ફટકારવામાં આવી છે, જેમાં એટ્રોસિટી એક્ટ હેઠળ 5 વર્ષ તથા IPCની વિવિધ કલમો હેઠળ 2થી 3 વર્ષની સજા અને 5,000 રૂપયાના દંડનો આદેશ કરાયો છે.
મુખ્ય 5 આરોપીઓને દોષિત
-રમેશ જાદવ
-રાકેશ જોશી
-પ્રમોદ ગૌસ્વામી
-નાગજી ડાયા
-બળવંત ગૌસ્વામી
37 આરોપીઓને નિર્દોષ જાહેર કરી છુટકારો અપાયો છે જેમાં ચાર પોલીસકર્મીઓ પણ સામેલ છે.
4 પોલીસકર્મી નિર્દોષ
કંચન બહેન
તત્કાલીન PSI પાંડે
તત્કાલીન ઉના PSO કરશન ભાઈ
નિર્મલ ઝાલા (નિધન થઈ ચૂક્યું છે)
શું છે સમગ્ર મામલો?
11મી જુલાઈ, 2016ના રોજ ઉનાના મોટા સમઢિયાળા ગામમાં દલિત સમાજના સાત સભ્યોને મરેલી ગાયનું ચામડુ કાપવાના પ્રકરણમાં ગાયોને કેમ કાપો છો તેમ કહી ગાડી સાથે બાંધી લાકડીઓ, પાઇપો સહિતના હથિયારો વડે માર મારી અત્યાચાર ગુજારવાના ચકચારભર્યા કેસમાં 4 પોલીસ અધિકારી સહિત કુલ 42 આરોપીઓની ધરપકડ થઈ હતી. ઉનાકાંડ બાદ સમગ્ર દેશભરમાં દલિત સમાજમાં બહુ ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને સ્ફોટક સ્થિતિ બની હતી. માત્ર ગુજરાતમાં જ હુલ્લડના 74 બનાવો બન્યા હતા, જેમાં એક પોલીસ કર્મીનું મોત નોંધાયું હતું, જયારે કરોડો રુપિયાની જાહેર મિલકતોને નુકસાન થયું હતું.
Related Articles
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જ...
Jun 22, 2026
4 કલાકમાં 21 તાલુકા ભીંજાયા, સૌથી વધુ વલસાડ-સુરતમાં મેઘમહેર, ઠેર-ઠેર પાણી ભરાયા
4 કલાકમાં 21 તાલુકા ભીંજાયા, સૌથી વધુ વલ...
Jun 22, 2026
જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા
જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો ક...
Jun 21, 2026
અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હિજાબ અને કંઠી-દોરા મુદ્દે બે સંગઠનો આમનેસામને આવતા તંગદીલી
અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હિજાબ...
Jun 21, 2026
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને ઍલર્ટ
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહ...
Jun 20, 2026
ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકો દાઝ્યા, ફાયર બ્રિગેડે 70 જેટલા બાટલા બહાર કાઢ્યા
ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્...
Jun 19, 2026
Trending NEWS
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
21 June, 2026
21 June, 2026