ઓગસ્ટમાં રોકાણકારોના રજિસ્ટ્રેશનમાં ઉત્તર પ્રદેશને પાછળ છોડી ગુજરાત પ્રથમ, 2.3 લાખ નવા રોકાણકાર ઉમેરાયા
September 22, 2026
નેશનલ સ્ટોક એક્સચેન્જના ઓગસ્ટ ડેટા મુજબ, ગુજરાતે નવા રોકાણકારોની નોંધણીમાં મોખરું સ્થાન મેળવ્યું છે. રાજ્યમાં આ મહિને 2.3 લાખ નવા રોકાણકારો ઉમેરાયા છે, જે કુલ માસિક ઉમેરાના 14.6 ટકા હિસ્સો ધરાવે છે. પ્રથમ વખત દેશના ટોપ-10માં ગુજરાતના પાંચ અને ટોપ-20માં દસ જિલ્લાઓ સામેલ થયા છે, જ્યારે અગાઉ સપ્ટેમ્બર 2024માં ચાર જિલ્લાઓ ટોપ-10માં હતા.
આ ઉછાળો માત્ર શહેરી કેન્દ્રો પૂરતો સીમિત નથી. અમદાવાદ, સુરત, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢ ટોપ-10માં છે, જ્યારે મહેસાણા, વડોદરા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને જામનગર ટોપ-20માં સ્થાન પામ્યા છે. આઈપીઓની લહેરે નાના જિલ્લાઓમાં પણ રોકાણકારો આકર્ષાયા છે.
રાજ્ય સ્તરે ગુજરાતે ઉત્તર પ્રદેશને પાછળ છોડી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ઉત્તર પ્રદેશે 2.0 લાખ, મહારાષ્ટ્રે 1.6 લાખ, રાજસ્થાને 1.1 લાખ અને તમિલનાડુએ 0.9 લાખ રોકાણકારો ઉમેર્યા હતા. જિલ્લા સ્તરે દિલ્હી-એનસીઆર 75,800, મુંબઈ 53,300 અને અમદાવાદ 35,400 નોંધણી સાથે આગળ રહ્યા હતા.
નાણાકીય વર્ષ 2010ના અંતે રાજ્યમાં 14.98 લાખ રોકાણકારો હતા, જે વધીને ઓગસ્ટ 2026 સુધીમાં 1.15 કરોડને પાર પહોંચ્યા છે. ગુજરાતમાં નવી નોંધણીમાં માસિક ધોરણે 94.8 ટકા અને વાર્ષિક ધોરણે 134.9 ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
Related Articles
અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ જતા સોનું ₹1,195 અને ચાંદી ₹6,084 તૂટી
અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ જતા સો...
Apr 13, 2026
સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદીમાં એકઝાટકે ₹15,000 તો સોનામાં ₹3,100થી વધુનો ઉછાળો
સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદીમાં એકઝા...
Feb 23, 2026
ચાંદીની કિંમત ફરી અઢી લાખને પાર, 24 કલાકમાં જબરદસ્ત તેજી, સોનું પણ ચમક્યું
ચાંદીની કિંમત ફરી અઢી લાખને પાર, 24 કલાક...
Jan 06, 2026
શેરબજારમાં તેજી, સેન્સેક્સ 310.29 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો
શેરબજારમાં તેજી, સેન્સેક્સ 310.29 પોઇન્ટ...
Nov 12, 2025
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
21 September, 2026