Breaking News :
PM મોદીના નિવેદનના વિરોધમાં ઈન્સ્ટાગ્રામ પર બની 'દિમાગી નક્સલ પાર્ટી', 24 જ કલાકમાં હજારો લોકો જોડાયા! વલસાડના ધરમપુરમાં સાળી-બનેવીના ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા નાણાકીય-અંગત કારણોસર ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાનું રાજીનામું, તમામ પદો છોડશે, અધ્યક્ષને કરી વિનંતી લખનઉમાં શિક્ષકોની અછતથી વિદ્યાર્થીઓનો હોબાળો, ચક્કાજામ કરી CM આવાસ તરફ કૂચ, અનેક રાજ્યોમાં વિરોધ શરૂ ’જન ગણ મન રાષ્ટ્રગાન નથી, વંદે માતરમને બનાવો’ શક્તિમાન ફેમ મુકેશ ખન્નાએ પીએમ મોદીને માંગ કરી અમેરિકામાં ફ્લોરિડાની જેલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના આરોપી અને મૂળ ગુજરાતી ડોક્ટરનું મોત, 34 નવા આરોપો લાગ્યા હતા

પશ્ચિમ બંગાળના બીરભૂમમાં હોટલમાં ભીષણ આગ લાગતા 6 લોકોના મોત, અનેક ઘાયલ

August 17, 2026

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સોમવારે સવારે તારાપીઠ પોલીસ સ્ટેશન નજીક આવેલી એક હોટલમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયાની માહિતી સામે આવી હતી, જ્યારે અનેક લોકો ઘાયલ હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું. શ્રાવણના સોમવાર નિમિત્તે હોટલ યાત્રાળુઓથી સંપૂર્ણ ભરેલી હતી.

આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે જ્યારે ઘણા લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું ન હતું. પ્રાથમિક તપાસમાં વીજળીના તારોમાં ખામીને કારણે આગ ફેલાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું.

દરમિયાન સ્થાનિક લોકોમાં આશંકા હતી કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. હોટલમાં રોકાયેલા કેટલાક યાત્રાળુઓ હજુ અંદર ફસાયેલા હોવાની પણ ચર્ચા હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ ઘટનાસ્થળે રાહત અને અગ્નિશમન કામગીરી ચાલી રહી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી.

શ્રાવણ સોમવારે પશ્ચિમ બંગાળના બીરભૂમમાં હોટલમાં ભીષણ આગ લાગતા 6 લોકોના મોત, અનેક ઘાયલ થયા