PM મોદીના નિવેદનના વિરોધમાં ઈન્સ્ટાગ્રામ પર બની 'દિમાગી નક્સલ પાર્ટી', 24 જ કલાકમાં હજારો લોકો જોડાયા!
August 17, 2026
15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં વપરાયેલા એક શબ્દે સોશિયલ મીડિયા પર ભારે હલચલ મચાવી દીધી છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, જંગલોમાં હથિયાર ઉઠાવનારા નક્સલીઓ સામે દેશે મોટી સફળતા મેળવી છે, પરંતુ હજુ પણ એવા 'દિમાગી નક્સલી' મોજૂદ છે જે વિચારધારા દ્વારા દેશમાં અશાંતિ ફેલાવવાની તક શોધી રહ્યા છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર રાજકીય ચર્ચા અને વ્યંગ શરૂ થઈ ગયો. આ દરમિયાન ઈન્સ્ટાગ્રામ (Instagram) પર દિમાગી નક્સલ પાર્ટી 'Dimagi Naxal Party' નામનું એક નવું પેજ સામે આવ્યું છે. પેજ લાઈવ થયાના 24 કલાકની અંદર જ આ હેન્ડલ પર 1.8 લાખથી વધુ ફોલોઅર્સ જોડાઈ ચૂક્યા છે.
અગાઉ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દ્વારા કથિત રીતે યુવાનોની સરખામણી કોકરોચ સાથે કરાયા બાદ કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janta Party, CJP) નામે હેન્ડલ શરૂ થયું હતું, જેણે 10 દિવસમાં 20 મિલિયનથી વધુ ફોલોઅર્સ મેળવ્યા હતા. તેવી જ રીતે હવે વડાપ્રધાનના નિવેદન બાદ આ નવું પેજ વાયરલ થઈ રહ્યું છે
ઝડપી લોકપ્રિયતા: ઈન્સ્ટાગ્રામ ઉપરાંત X (ટ્વિટર) અને ફેસબુક પર પણ આ નામના અનેક પેજ બની રહ્યા છે.
અજ્ઞાત નિર્માતા: CJPના કિસ્સામાં અભિજિત દીપકેએ સામે આવીને જવાબદારી લીધી હતી, પરંતુ આ પેજ કોણે બનાવ્યું છે, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.
સોશિયલ મીડિયા મેસેજ: રેડીટ (Reddit) પર થઈ રહેલી ચર્ચા મુજબ આ પેજનો મેસેજ 'Think | Research | Resist' દર્શાવવામાં આવ્યો છે, અને તેને એક રાજકીય કટાક્ષ (Satire) તરીકે જોવામાં આવી રહ્યો છે.
Related Articles
નાણાકીય-અંગત કારણોસર ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાનું રાજીનામું, તમામ પદો છોડશે, અધ્યક્ષને કરી વિનંતી
નાણાકીય-અંગત કારણોસર ભાજપ પ્રવક્તા શહેઝા...
Aug 17, 2026
લખનઉમાં શિક્ષકોની અછતથી વિદ્યાર્થીઓનો હોબાળો, ચક્કાજામ કરી CM આવાસ તરફ કૂચ, અનેક રાજ્યોમાં વિરોધ શરૂ
લખનઉમાં શિક્ષકોની અછતથી વિદ્યાર્થીઓનો હો...
Aug 17, 2026
મુંબઈના કાંદિવલીમાં બિલ્ડિંગમાં આગ લાગતા 11 લોકો ફસાયા, ફાયર બ્રિગેડે સીડીથી સલામત બહાર કાઢ્યા, સાધનસામગ્રી-ફર્નિચર ખાક
મુંબઈના કાંદિવલીમાં બિલ્ડિંગમાં આગ લાગતા...
Aug 17, 2026
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં હોટલમાં ભીષણ આગ લાગતા 6 લોકોના મોત, અનેક ઘાયલ
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં હોટલમાં ભીષણ આગ...
Aug 17, 2026
ઝારખંડમાં JPSC-JSSC ગેરરીતિ મામલે વિદ્યાર્થી આંદોલન સફળ, સરકાર વાતચીત માટે તૈયાર થઈ
ઝારખંડમાં JPSC-JSSC ગેરરીતિ મામલે વિદ્યા...
Aug 17, 2026
NTAની ફરી ફજેતી ઃ પ્રશ્નપત્રોમાં ભૂલો મળતા UGC-NETની અંગ્રેજી, કોમર્સ, સમાજશાસ્ત્રની પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાશે
NTAની ફરી ફજેતી ઃ પ્રશ્નપત્રોમાં ભૂલો મળ...
Aug 17, 2026
Trending NEWS
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026