80મા સ્વાતંત્ર્ય પર્વે PM મોદીએ લાલ કિલ્લા પરથી કર્યું રાષ્ટ્રને સંબોધન, 2047 સુધી વિકસિત ભારતનો સંકલ્પ
August 15, 2026
દેશભરમાં આજે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે અને વિવિધ સ્થળોએ મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક નેતાઓએ દેશવાસીઓને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અંતર્ગત દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં PM મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશને સંબોધન કર્યું હતું. પોતાના ભાષણમાં તેમણે અનેક મહત્વના મુદ્દાઓનો ઉલ્લેખ કરવાની સાથે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના સંકલ્પ પર ભાર મૂક્યો હતો.
રાષ્ટ્રને સંબોધતા PM મોદીએ કહ્યું કે આજે દરેક ભારતીયનું હૃદય વંદે માતરમની ધૂન સાથે ધબકી રહ્યું છે અને દરેક ઘરમાં તિરંગો લહેરાઈ રહ્યો છે. આ પ્રસંગે તેમણે ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને દેશવાસીઓને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ભારે વરસાદને કારણે દેશના અનેક વિસ્તારોમાં આવેલા પૂરનો પણ તેમણે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “હું દરેક પ્રભાવિત પરિવારોને વિશ્વાસ અપાવું છું કે હું તમારી સાથે ઊભો છું.”
PM મોદીએ કહ્યું કે 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાનું ભારતનું સૌથી મોટું સપનું છે. આ સ્વપ્ન 140 કરોડ ભારતીય નાગરિકોની તાકાત અને તેમના સંકલ્પથી પ્રેરિત હશે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ જ્યારે વિકસિત બનશે ત્યારે સમગ્ર દુનિયાને એક નવો અને મજબૂત સંદેશ મળશે અને ભારતને જોવાનો વિશ્વનો નજરીયો પણ બદલાઈ જશે. વિકસિત ભારતના આ સ્વપ્નને સાકાર કરવા માટે PM મોદીએ દેશના યુવાનો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Related Articles
7 પૂરગ્રસ્ત રાજ્યો માટે ₹2,118 કરોડ મંજૂર કરાયા. ગુજરાત-મહારાષ્ટ્રને 500 કરોડ અને હિમાચલ-ઓડિશાને બીજો હપ્તો મળશે
7 પૂરગ્રસ્ત રાજ્યો માટે ₹2,118 કરોડ મંજ...
Aug 15, 2026
80મા સ્વતંત્રતા પર્વએ PM મોદીએ લાલ કિલ્લા પરથી કરી 10 મોટી જાહેરાત
80મા સ્વતંત્રતા પર્વએ PM મોદીએ લાલ કિલ્લ...
Aug 15, 2026
'મેલોની' વાળી રમૂજ પર વિવાદ વધ્યો, વિદેશ મંત્રાલયે કહ્યું, 'વાત સન્માનપૂર્વક રજૂ થવી જોઈએ'
'મેલોની' વાળી રમૂજ પર વિવાદ વધ્યો, વિદેશ...
Aug 14, 2026
પત્નીના ચારિત્ર્ય પર શંકાએ પિતાએ બેંગલુરુમાં તાજ હોટેલમાં રૂમ બુક કરાવી બે દીકરીઓની હત્યા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
પત્નીના ચારિત્ર્ય પર શંકાએ પિતાએ બેંગલુર...
Aug 12, 2026
રાંચીમાં વિધાનસભા ઘેરાવ મામલે પોલીસની કાર્યવાહી, 100 નામજોગ સહિત 600 સામે FIR
રાંચીમાં વિધાનસભા ઘેરાવ મામલે પોલીસની કા...
Aug 12, 2026
સ્વતંત્રતા દિવસ પર આતંકી હુમલાનું કાવતરું, 2 શહેરો અને સરહદો, એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સુરક્ષા સઘન
સ્વતંત્રતા દિવસ પર આતંકી હુમલાનું કાવતરુ...
Aug 12, 2026
Trending NEWS
14 August, 2026
14 August, 2026
14 August, 2026
13 August, 2026
13 August, 2026
13 August, 2026
13 August, 2026
13 August, 2026
12 August, 2026
12 August, 2026