સુરતના ડુમસમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડો, 8 મહિલાઓ સહિત 20થી વધુ ઝડપાયા
August 15, 2026
સુરત : સુરતના ડુમસ વિસ્તારમાં આવેલ એક ફાર્મ હાઉસમાં 14મી ઓગસ્ટની મોડી રાત્રે ચાલી રહેલી જન્મદિવસની હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન દારૂની મહેફિલ માણી રહેલી 8 મહિલાઓ સહિત 20થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી છે.
મળતી માહિતી મુજબ, ડુમસ સ્થિત બાપુજીની વાડી વિસ્તારમાં આવેલા ‘જશ્ન વિલા 12-એ’ ફાર્મ હાઉસમાં એક યુવતીનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે આ હાઇપ્રોફાઇલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં યુવક-યુવતીઓ મોંઘીદાટ લક્ઝરી ગાડીઓમાં આવ્યા હતા અને ફાર્મ હાઉસમાં વિદેશી દારૂની બોટલો સાથે જોરશોરથી સેલિબ્રેશન ચાલી રહ્યું હતું.
દરોડા દરમિયાન એવું પણ સામે આવ્યું હતું કે ફાર્મ હાઉસની બહાર દારૂની ખાલી અને ભરેલી બોટલોને સળગાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, ડુમસ પોલીસે ઘટનાસ્થળેથી દારૂ, બિયરનો જથ્થો તેમજ લક્ઝરી વાહનો મળીને કુલ રૂપિયા ૩૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે અટકાયત કરાયેલા તમામ 20થી વધુ શખ્સોને મેડિકલ તપાસ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Related Articles
ગિફ્ટ સિટીના રૂ. 1000 કરોડના કૌભાંડમાં મોટો વળાંક, ઉત્પલ પટેલ સામે રેડ કોર્નર નોટિસની તૈયારી
ગિફ્ટ સિટીના રૂ. 1000 કરોડના કૌભાંડમાં મ...
Aug 15, 2026
અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ
અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉ...
Aug 15, 2026
રાજ્યની 17 દીવાદાંડીઓ પ્રવાસીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર
રાજ્યની 17 દીવાદાંડીઓ પ્રવાસીઓ માટે બનશે...
Aug 14, 2026
અમદાવાદમાં ATM કાર્ડ બદલીને છેતરપિંડી કરતી હરિયાણાની મેવાતી ગેંગ ઝડપાઈ
અમદાવાદમાં ATM કાર્ડ બદલીને છેતરપિંડી કર...
Aug 14, 2026
લુણાવાડા-સંતરામપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, દૂધના ટેન્કરે કારને અડફેટે લેતાં એક જ પરિવારના 3 લોકોના મોત
લુણાવાડા-સંતરામપુર હાઇવે પર ગમખ્વાર અકસ્...
Aug 14, 2026
ગુજરાતમાં ઉદ્યોગો માટે જમીન મોંઘી થઈ: GIDCના નવા એલોટમેન્ટ રેટ જાહેર, સરેરાશ 15 ટકાનો વધારો
ગુજરાતમાં ઉદ્યોગો માટે જમીન મોંઘી થઈ:...
Aug 14, 2026
Trending NEWS
14 August, 2026
14 August, 2026
14 August, 2026
13 August, 2026
13 August, 2026
13 August, 2026
13 August, 2026
13 August, 2026
12 August, 2026
12 August, 2026