બિહારના લખીસરાયમાં અશોકધામ મંદિર બહાર કરંટની અફવાથી નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત, 8 ઘાયલ
August 17, 2026
બિહારના લખીસરાય સ્થિત પ્રસિદ્ધ અશોકધામ મંદિરના બહારના પરિસરમાં શ્રાવણ મહિનામાં સવારે અચાનક નાસભાગ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ કરૂણ અકસ્માતમાં 7 શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટિ થઈ ચૂકી હતી, જ્યારે 8 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે લખીસરાયની સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા મુજબ મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી હતી. મળતી માહિતી મુજબ આ ઘટના અશોકધામ રેલવે સ્ટેશનથી મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર બની હતી. રવિવારે રાત્રે આ માર્ગ પર વીજળીનો એક થાંભલો વાયર સાથે નીચે પડી ગયો હતો.
સોમવારે સવારે મંદિરમાં જલાભિષેક કરવા માટે મોટી સંખ્યામાં કાવડયાઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન પડી ગયેલા વીજળીના થાંભલામાં કરંટ ફેલાયો હોવાની અફવા શ્રદ્ધાળુઓ વચ્ચે ફેલાઈ ગઈ હતી. આ અફવાને કારણે લોકોમાં ભારે ડરનો માહોલ સર્જાયો હતો અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ ભાગવા લાગ્યા હતા.
ભાગદોડ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ એકબીજાના પગ નીચે દબાઈ ગયા હતા. ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકો અને અન્ય શ્રદ્ધાળુઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કામગીરી હાથ ધરી હતી.
અશોકધામ મંદિર 'શ્રી ઇન્દ્રદમનેશ્વર મહાદેવ મંદિર' તરીકે દેશભરમાં પ્રખ્યાત છે. અહીં પાલકાલીન સમયનું એક વિશાળ શિવલિંગ આવેલું છે, જે જમીનના ખોદકામ દરમિયાન મળી આવ્યું હતું. પવિત્ર શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારના કારણે અહીં સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી.
Related Articles
PM મોદીના નિવેદનના વિરોધમાં ઈન્સ્ટાગ્રામ પર બની 'દિમાગી નક્સલ પાર્ટી', 24 જ કલાકમાં હજારો લોકો જોડાયા!
PM મોદીના નિવેદનના વિરોધમાં ઈન્સ્ટાગ્રામ...
Aug 17, 2026
નાણાકીય-અંગત કારણોસર ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાનું રાજીનામું, તમામ પદો છોડશે, અધ્યક્ષને કરી વિનંતી
નાણાકીય-અંગત કારણોસર ભાજપ પ્રવક્તા શહેઝા...
Aug 17, 2026
લખનઉમાં શિક્ષકોની અછતથી વિદ્યાર્થીઓનો હોબાળો, ચક્કાજામ કરી CM આવાસ તરફ કૂચ, અનેક રાજ્યોમાં વિરોધ શરૂ
લખનઉમાં શિક્ષકોની અછતથી વિદ્યાર્થીઓનો હો...
Aug 17, 2026
મુંબઈના કાંદિવલીમાં બિલ્ડિંગમાં આગ લાગતા 11 લોકો ફસાયા, ફાયર બ્રિગેડે સીડીથી સલામત બહાર કાઢ્યા, સાધનસામગ્રી-ફર્નિચર ખાક
મુંબઈના કાંદિવલીમાં બિલ્ડિંગમાં આગ લાગતા...
Aug 17, 2026
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં હોટલમાં ભીષણ આગ લાગતા 6 લોકોના મોત, અનેક ઘાયલ
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં હોટલમાં ભીષણ આગ...
Aug 17, 2026
ઝારખંડમાં JPSC-JSSC ગેરરીતિ મામલે વિદ્યાર્થી આંદોલન સફળ, સરકાર વાતચીત માટે તૈયાર થઈ
ઝારખંડમાં JPSC-JSSC ગેરરીતિ મામલે વિદ્યા...
Aug 17, 2026
Trending NEWS
17 August, 2026
17 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026