80 બેઠકો અને ડેપ્યુટી CM પદ, ભાજપની સુપરસ્ટાર વિજયને ઓફર
March 15, 2026
વિજયના સલાહકારોમાં ચિંતાનો સૂર
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 નજીક આવતા જ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી 'તમિલગા વેટ્ટી કડગમ' (TVK) અને ભાજપ (BJP) વચ્ચે ગઠબંધન માટેની વાતચીત અંતિમ તબક્કામાં હોવાનું મનાઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે વિજયને NDAમાં સામેલ કરવા માટે એક આકર્ષક ઓફર આપી છે. ભાજપે વિજયની પાર્ટીને ગઠબંધનમાં 80 બેઠકો આપવાની તૈયારી દર્શાવી છે. વિજયને રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર (ઉપમુખ્યમંત્રી) બનાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હોવાના અહેવાલ છે. જો કે, અહેવાલો મુજબ વિજય પોતે મુખ્યમંત્રી પદની ઈચ્છા ધરાવે છે, જેના કારણે હાલ વાટાઘાટોમાં મામલો સમજાઇ રહ્યા છે. તમિલનાડુના રાજકારણમાં વિજયની વિશાળ ફેન ફોલોઈંગ ભાજપ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. ભાજપના વ્યૂહરચનાકારો માને છે કે, રાજ્યમાં માત્ર 2% મતોનો તફાવત પણ હાર-જીતનું ચિત્ર બદલી શકે છે. વિજયને સાથે રાખીને ભાજપ રાજ્યમાં મજબૂત પકડ બનાવવા માંગે છે. આ માટે ભાજપ અન્ય એક રાજ્યના ડેપ્યુટી CM દ્વારા મધ્યસ્થી પણ કરાવી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ, ભાજપ સાથે જોડાવાના સમાચારથી વિજયના અંગત સલાહકારો ચિંતિત છે. તેમને ડર છે કે, રાષ્ટ્રીય પક્ષ સાથે જોડાવાથી TVKની 'સ્વતંત્ર છબી' ખરડાઈ શકે છે.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026